SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તાલાલા પર્વતશિખરના આરોહણુથી કન્યાને ઉત્તમ રૂપગુણવાળો પતિ મળે. જ્યારે બીજાઓને ધનલાભ થાય (૫૨૧). એટલે હે પુત્રી, એક અઠવાડિયામાં તેને એ અતિશય આનંદ પ્રસંગ આવશે, વળી એમ પણ સૂચવાય છે કે પતિ વિયોગે તારે રડવાનું પણ થશે. (૫૨). તરંગવતીની ચિતા આ સાંભળીને મારા મનમાં થયું ? જો બીજો કોઈ પુરુષ પતિ તરીકે મને મળશે તો મારી જીવવાની ઈચ્છા નથી. જેનું હું ચિંતવન કરી રહી છું, તેના વિના મને અહીં, ભોગ ભોગવવામાં શો રસ ?” .(પર૩). મને એ પ્રમાણે ચિંતા થવા લાગી. પરંતુ વડિલેની સમક્ષ મેં મારા આકારનું ગોપન કર્યું એને મારું અંતર્ગત રહસ્ય પ્રકટ થઈ જાય. (૫૨૪) “ એ સારસિકા પછી ન આવે ત્યાં સુધી તે હું પ્રાણ ધારણ કરીશ. તેની પાસેથી વૃત્તાંત સાંભળીને તે પછી મારાથી થઈ શકશે. તે હું કરીશ ' એમ મેં વિચાર્યું. (૫૨૫). બાબાપુજીએ મને અભિનંદન આપીને મારો સાકાર કર્યો. બેયપથારીએથી ઊઠીને મેં સિદ્ધોને વાંદ્યા. (૫૨૬). આલોચન કરીને અને રાત્રીના અતીચારની નિંદા કરીને, હાથપગ અને મેં જોઈને અને ગુરુવંદના કરીને, હે ગૃહસ્વામિની હું પરિચારકો વિના એકલી જ, સાગરના જેવા “ સચિત્ત' (૧. જળચર પ્રાણીવાળા, ૨. ચિત્રવાળા) મણિકાંચન અને રત્નથી શોભતા, અને વિશાળ હર્પીતળ (અગાશી) પર ચઢી. (૨૦-પ૨૮). હે ગૃહસ્વામિની, સંકલ્પવિકલ્પ કરતી અને એકાગ્રચિત્તે તે ચક્રવાકને હૃદયમાં ધરતી હું ત્યાં ઊભી રહી. (૫૯). ત્યાં તો પર્વકાળનો ઉદ્દભાવક, રતાશ પડતા સ્નિગ્ધ અને વિસ્તીર્ણ બિંબવાળો, કિંશુકવરણો, જગતનો સહસ્રરશિમ દીપ, સુર્ય, વેલેકને મસણ કુંકુમના દ્રવથી લીંપતો અને કમળસમૂહને વિકસાવતો ઊગ્યે .(૫૩૦-૫૩૧). સારસિકાનું પ્રત્યાગમન તેટલામાં ભાવી નેહભાવભરી દૃષ્ટિ વડે મને જોતી હોય તેમ, પ્રયાસની સફળતાના સંતોષથી હસતા વદન કમળ વાળી, મધુર વિનય ને મધુર વચનની ખાણ સમી સારસિકા શિરપર અંજલિ રચીને મારી પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી. (૫૩૨-૫૩૩). વાદળરહિત અને અંધકાર વિનાશક એવા સંપૂર્ણ શરશ્ચંદ્ર સમા મુખથી શોભતા, લાંબા સમયથી ખોવાયેલા અને તારા મનમાં રમી રહેલા એ તારા પ્રિયતમને મેં જોયો. (૫૩૪). સિંહગર્જનાથી ભયસ્ત બનેલી બાલ હરિણીના જેવાં નેત્ર વાળી હે સખી, તું હવે આશ્વાસન લે અને તેની સાથે આનંદપૂર્વક રહીને કામભોગની કામના પૂરી કર. (૫૩૫). એ પ્રમાણે બોલતી તેને હું સંતોષથી આ ખ -ડી દઈને. રોમાંચિત થઈને, એકા એક હૃદયપૂર્વક ગાઢપણે ભેટી પડી. (૫૩૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy