________________
તરમલીલા
પ
પ્રિયામલન
ઉજાણીએથી પ્રત્યાગમન
પછી વાવને કાંઠે બેઠેલી અને સ્નાન, શણગાર વગેરે કરવામાં રચીપચી અમ્માને જોઈને હું તેની પાસે ગઈ. (૪૦૪). ભૂંસાઈ ગયેલી બિંદીવાળું, સહેજસાજ બચેલા આંજણ યુક્ત રાતાં નયનવાળું, ખિન્ન બનેલું ને પ્રભાતકાળના ચંદ્ર સમુ ફીકું એવું મારું વદન જોઈને વિષાદ પામતી અમ્માએ કહ્યું, “બેટા, ઉદ્યાનમાં ભમવાના થાકથી તું કરમાયેલી ઉત્પલમાળાના જેવી શોભાહીન બની ગઈ કે શું ?” (૪૦૫–૪૦૬). એટલે પ્રિયતમના વિયેગે દુઃખી, સર્વસ્વ હરાઈ ગયું હોય તેવી હું આંસુ ભરેલી આંખે બોલી, “મારું માથું દૂખે છે.” (૪૦૭). “તો બેટા, તું નગરમાં પાછી જા,” “મારાથી એક ડગલું પણ દઈ શકાય તેમ નથી. મને દુઃખના નિધાન સમો તાવ ચડવો છે.” (૪૦૮). એ વચન સાંભળીને અત્યંત ખિન બનેલી મારી વત્સલ માતાએ કહ્યું, “તું સ્વરથ થાય તે પ્રમાણે કરીશું. (૪૦૯). હું પણ નગરીમાં ન આવ્યું, તો આવી દુર્દશામાં તને એકલી કેમ મૂકું ? મારી પુત્રી આખા કુળની... '(૪૧૦). એ પ્રમાણે કહીને પુત્રી પ્રત્યેના અતિશય સ્નેહવાળી અમ્માએ શયનવાળું એક ઉત્તમ વાહન મારે માટે જોડાવ્યું. (૪૧૧). પછી પેલી મહિલાઓને તેણે કહ્યું, “તમે સૌ સ્નાનશણગાર કરી, ભજન પતાવીને વેળાસર પાછી આવી જજે, હોં, મારે જરા નગરમાં જવાનું છે, કાંઈક તાકીદનું અનિવાર્ય કામ છે, પણ તમે કશી ચિંતા ન કરશે.” એ પ્રમાણે તે બધાને સારું લાગે તેમ કહ્યું. (૪૧૩). ઉજાણુના આનંદોત્સવમાં સ્ત્રીઓને કશે અંતરાય ન પડે એ દષ્ટિએ અમ્માએ પોતાનું નગરીમાં પાછા ફરવાનું ખરું કારણ ન કહ્યું. (૪૧૪). સાથેના સૌ રક્ષકે, દેખરેખ રાખનારા વૃદ્ધો અને કંચુકી. એને પોતપોતાના કાર્યમાં બરાબર સાવધ રહેવાનું કહીને, થોડાક પરિવારને અને અનુભવી પરિચારને સાથે લઈને તે વાહનમાં બેસીને અમ્મા મારી સાથે નગરીમાં આવી. (૪૧૫– ૪૧૬). વાસભવનમાં તળાઈવાળા...(૪૧૭). ગળાના હાર ફેંકી દઈને..કાનનું કુંડળયુગલ... (૪૧૮). એટલે અમ્માએ કહ્યું. “ તરંગવતીના શરીરમાં તોડ છે. માથું પણ સ્વસ્થ નથી. એટલે ત્યાં તેને વધુ રહેવાનું ગોઠવું નહીં.' (૧૯). જેના નિમિત્ત હું ઉદ્યાનમાં ગઈ, તે સપ્તપર્ણનું વૃક્ષ સરોવરની સમીપમાં ઊગેલું અને ફૂલથી ઢંકાઈ ગયેલું મેં જોયું. (૨૦). સો સ્ત્રીઓને ઉદ્યાનમાં રમણુબ્રમણ કરવામાં કશું વિન ન થાય એ હેતુથી મેં મારા પાછા ચાલી આવવાનું સાચું કારણ તેમને નથી જણાવ્યું. (૪૨૧). એ વચન સાંભળીને મારા પર પુત્રો કરતાં પણ વધુ નેહબંધવાળા બાપુજી અધિક વ્યાકુળ અને દુઃખી થયા. ૪૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org