________________
તરંગલેલા
ચક્રવાક
ત્યાં એક ચક્રવાક હતો; સહેજ ગોળાઈ ધરતું, સુંદર, સશક્ત તેનું શરીર હતું; અગરુ જેવો મસ્તકનો વાન હતો; ગંગામાં વિચરવામાં તે કુશળ હતો. (૩૦૫). શ્યામ ચરણ અને ચાંચવાળો એ ચક્રવાક લાવણ્યમાં, નીલકમળની પાંખડીએથી મિશ્રિત તાજા કાર, પૂના ઢગનો આભાસ ઉપજાવતો હતો. (૩૦૬). આમરણ નિરંતર એકધારી પ્રેમવૃત્તિવાળે તે સ્વભાવે ભદ્ર અને ગુણવાન હતા, અને તપસ્વીની જેમ રેલવૃત્તિથી તે તદ્દન મુક્ત હતા. (૩૦૭).......(૩૦૮). સજળ મેળે સમા જળપ્રવાહમાં વીજળીની જેવી વરિત ગતિવાળી હુ તેના સંગાથમાં, સરિતાના તીરના કઠાભરણું સમી વિહરતી હતી, (૩૦૯). કમલિનીની કુંકુમ-અર્ચા સમી, ગિરિનદીની રતનદામણી સમી, તો ઘડીક તટપ્રદેશમાં રાચતી, હું પ્રિયમાં અનુરક્ત રહેતી વિચરતી હતી. (૩૧૦). પરસ્પરના શ્રેત્રને શાતા આપતા, કર્ણરસાયણ સમા મનહર કલર અમે ખેલતાં હતાં. (૩૧૧). અમે એકમેકને પીછો કરતાં, એકમેકના સ્વરનું અનુકરણ કરતાં, એકમેકમાં અનુરક્ત, એકમેકને ઘડીક પણ છોડવાને ઇચ્છતાં ન હતાં. (૩૧૨). એ પ્રમાણે એકબીજાનું અનુવર્તન કરતાં અમારા બંનેના દોષરહિત, સંતુષ્ટ જીવનક્રમ પ્રવર્તતા હતા. (૩૧૩). આ રીતે અમે વિવિધ નદીઓમાં, અનેક રમણીય પદ્મસરોવરમાં, રેતાળ કે ટીંબાવાળા મનોહર તીરપ્રદેશમાં રમણ કરતાં હતાં. (૩૧૪).
નહસ્તી
હવે એક વાર અનેક પ્રકારના પક્ષીઓનાં ગણો અને યુગલો વચ્ચે અમે, રત્નની છે જેવા ભાગીરથીના જળની સપાટી પર રમતાં હતાં. (૩૧૫). એવે વખતે ત્યાં સૂર્યના તાપે તપ્તિ એક મદમસ્ત હાથી નહાવા આવ્યા. (૩૧૬). રાજ્યલક્ષ્મી જેવા ચંચળ અને દુંદુભિ જે મધુરગંભીર શબ્દ કરતા તેના કાને તેના સ્કંધ પર પડતા હતા. (૩૧૭). તે મેઘની જેમ ગજતો હતો, ગિરિશિખર જેવું ધૂળ તેનું શરીર હતું, તેનું ગંડસ્થળ મુદે ખરડાયેલું હતું, શરીર ધૂળથી લિપ્ત હતું. (૩૧૮). પોતાના મદપ્રવાહની મનહર, મધમધતી સુગંધે, વનવૃક્ષનાં પુષ્પોની સુગંધને હરી લેતો, શરીર પરથી વહેતા, તાજા સપ્તપર્ણના ફૂલ જેવી ગંધવાળા અને વાયુવેગે ચેતરફ છંટાતા ભદજળ વડે આસપાસની ધૂળને સુગંધિત કરતો, સાગરની મહિલી ગંગાના વિશાળ પુલિનરૂપી જધન પર જાણે કે મેખલા રચતો તે ગજરાજ અમે હતા તે તરફ લલિત ગતિએ આવવા લાગ્યો. (૩૫૯-૩૨૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org