________________
તરંગલાલા
લ
ચક્રવાક-મિથુન
ગગાનદી
મયદેશના મિત્ર સમો અંગ નામને દેશ હતો : ધાન્યથી ભરપૂર. તથા શત્રુઓનાં આક્રમણ, ચેર અને દુષ્કાળથી મુક્ત. (૨૯૩). તેની રાજધાની હતી ચંપા–રમણીય વનરાજિ ને ઉદ્યાનોથી મંડિત, બધી ઉત્તમ પુરીએના ગુણોથી સમૃદ્ધ અને એમ સાચ્ચે જ એકમાત્ર પુરી. (૨૯૮). જેના કાંઠા નિગ્ધ હતા અને બંનેય તટ પુષ્કળ ગામો, નગર અને જનપદોથી ભરચક હતા તેવી, પંખીઓનાં ઝૂડથી વ્યાપ્ત, અંગદેશની. રમણીય નદી ગંગા ત્યાં (થઈને વહેતા) હતી. (૨૯૫). કાદંબ પક્ષીરૂપી કુંડળ અને હસરૂપી મેખલા ધરતી, ચક્રવાકરૂપી રતન યુગલવાળી, સાગરપ્રિયા ગગા ફીણનું વસ્ત્ર પરિધાન કરી ગમન કરતી હતી. (૨૯૬). તેના કાંઠા પરનાં વૃક્ષો મત્ત વનગજોના દંકૂશળના પ્રહારવાળાં હતાં; તેના તીરપ્રદેશમાં જંગલી પાડા, વાઘ, દીપડા અને તરસની મોટી વસતી હતી. (૨૯૭). તે નદી પર, પાકવા માંડેલા કલમી ચોખા. જેવી રતાશ ધરતા ચક્રવાકયુગલનાં જૂથ શોભી રહ્યાં હતાં. તેમની પોતપોતાની જોડીમાંના સાથીદાર સદા એકમેક પ્રત્યે અનુરક્ત રહેતાં. (૨૯૮).
ત્યાં ધૃતરાષ્ટ્ર, સારસ, આડિ, કાદંબ, હંસ, ટીટોડા અને તેવાં બીજાં પક્ષીઓના ટોળાં નિર્ભયપણે અને સ્વચ્છ દે ક્રીડા કરતાં હતાં. (૨૯૯).
ચક્રવાકી
હે સખી, ત્યાં હું આગલા ભવમાં એક ચક્રવાકી હતી. કપૂરના ચૂર્ણથી મિશ્રિત કપીલા જેવો આ રતૂમડા મારા શરીરને વાન હતો. (૩૦૦). એ પક્ષીભાવમાં તે અવસ્થાને યોગ્ય પ્રચુર સુખસન્માનમાં હું આસક્ત હોઈ ને પછીથી પ્રાપ્ત મનુષ્યભવનું મને મરણ થતું હતું. (૩ ૦૧). સંસારમાં સર્વ કેનિઓના જીવોને, જો તેઓ સુખસંપત્તિથી મોહિત હોય તો તેમને પછીના જન્મની સ્મૃતિ થતી હોય છે. (૩૦૨). જેમાં સ્વચ્છેદે અને સુખે વિચારવાનું હતું, જોઈતી વસ્તુ સ્વછંદે પ્રાપ્ત થતી તેવી ચક્રવાકયોનિમાં હું ગાઢપણે આસક્ત હતી. (૩૦૩). જે તદન દોષમુક્ત અનુરાગ ચક્રવાકોમાં હોય છે, તેવો જીવલેકના અન્ય પ્રાણીઓ વચ્ચે નથી હોતો. (૩ ૦૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org