________________
તરંગલેલા
૨૦૫
નિર્વાણ પહોંચવાને આતુર બનેલી એવી હું તેના પગમાં પડી. (૧૬૧૫). મનથી દરેક વિષયનું સ્પષ્ટ ગ્રહણ કરતી એવી તે પ્રશસ્ત શ્રમણએ મને આશિષ દીધી, “આ ઉત્તમ, પણ કઠિન આચરણવાળા શ્રમણજીવનને તું સફળતાથી પાર કર. (૧૬૧૬). અમે તો કેવળ તારા ધમમાર્ગના ઉપદેશક છીએ. તું જે તે પ્રમાણે આચરીશ, તો મોક્ષમાર્ગે લઈ જનારું ક૯યાણ તું પામીશ.” (૧૬ ૧૭). એટલે મેં તે પ્રશસ્ત શ્રમણીને કહ્યું, “જન્મમરણપરંપરાના કારણરૂપ સંસારવાસથી હું ભયભીત બનેલી હોવાથી તમારું કહ્યું અવશ્ય કરીશ. (૧૬૧૮).
ગણિનીની સાથે નગરપ્રવેશઃ શાસ્ત્રાધ્યયન અને તપશ્ચર્યા
તે પછી ઉત્તમ તપ અને સંયમથી સમૃદ્ધ, પ્રજવલિત અગ્નિ સમાં તેજસ્વી, અને તપ અને સંયમના માર્ગદર્શક તે શ્રમણને વિયેથી સંકુચિત બનીને મેં વંદન કર્યા. (૧૯૧૯). તે પછી કામવૃત્તિથી મુક્ત બનેલા તે સાર્થવાહપુત્રને વંદન કરીને મેં શ્રમણીની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. (૧૬૨૦). ત્યાં તે આર્યાની સાથે હું વિહરવાયોગ્ય અનેક અચિત્ત પ્રદેશવાળા અને સ્ત્રીઓને હરફર કરવા માટે અનુકૂળ એવા કોષાગારમાં અનાસક્તપણે ગઈ. (૧૬૨૧). તે વેળા તેજોમંડળ વિલાતાં સુવર્ણના ગોળા સમો બને, ગગનતિલક સૂર્ય પશ્ચિમ સંધ્યાએ પહોંચ્યો. (૧૬૨૨). તે સ્થળે ગણિનીની સાથે મેં આલેચન, પ્રતિક્રમણ અને દુષ્ક નિંદા કર્યા; ધર્માનુરાગથી રંગાયેલી હોઈને મને રાત્રી કયારે વીતી ગઈ તેની ખબર પણ ન પડી. (૧૬૨૩) બીજે દિવસે તે શ્રમણની સાથે સાર્થવાહપુત્ર ધરતી પર અરિથર રહેઠાણમાં વાસ કરે તો ત્યાંથી વિહાર કરી ગયો. (૧૬૨૪). હે ગૃહસ્વામિની ! તે ગણિનીની પાસેથી મેં બંને પ્રકારનું શિક્ષણ લીધું. તપશ્ચર્યા અને અનુષ્ઠાનમાં નિરત બનીને હું વૈરાગ્યભાવ પામી. (૧૬૨૫). વિહારવિધિ પ્રમાણે વિહાર કરતાં અમે અહીં આવી પહોંચ્યાં, અને આજે છઠનું પારણું કરવા હું ભિક્ષાએ નીકળી. (૧૬૨૬). વૃત્તાંતની સમાપ્તિઃ શ્રોતાઓને ડરાગ્યભાવ
તમે મને પૂછયું એટલે પા પ્રમાણે જે કાંઈ સુખદુ:ખની પરંપરા મેં આ લેક અને પરલોકમાં અનુભવી તે બધી મેં કહી બતાવી. (૧૬૨૭).
એ પ્રમાણે તે તરંગવતી શ્રમણીએ પોતાનું વૃત્તાંત કહ્યું એટલે તે ગૃહસ્વામિની વિચારવા લાગી, “અહો, કેવું કઠિન કાર્ય આણે કયું! (૧૬ ૨૮. આવી તરુણ વયમાં, એવું દેહસુખ અને એવો વૈભવ હોવા છતાં આવું દુકર તપ કરી રહી છે !' (૧૬ ૨૯). પછી તે શેઠાણીએ કહ્યું, “હે ભગવતી ! તમે પોતાનું ચરિત કહીને અમારા પર ભારે અનુગ્રહ કર્યો તમને કષ્ટ આપ્યા બદલ ક્ષમા કરો. (૧૬૩૦). એ પ્રમાણે કહીને દુસ્તર ભવસાગરથી ભયભીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org