________________
તરંગલાલા
રાજગૃહ નગર
તેમાં રાજગૃહ નામનું પ્રત્યક્ષ અમરાવતી સમું નગર હતું. ધરતી પરનાં નગરામાં તે મુખ્ય હતું. તેમાં અનેક રમણીય ઉદ્યાના, વતા અને ઉપવનેા હતાં. (૧૬).
કુણિક રાજા
ત્યાં કુણિક નામે રાજા હતેા. તે વિપુલ સેના અને કાશથી સંપન્ન હતા. શત્રુએના જીવિતનેા કાળ અને મિત્રા માટે સુકાળ હતા. (૧૭). તેણે યુદ્ધમાં પરાક્રમ કરીને બધા વિપક્ષી સામ તેાને હરાવ્યા અને નમાવ્યા હતા. તેણે બધા પ્રકારના અપરાધાને પ્રસરતા રાકયા હતા. તે પેાતાના કુળ અને વંશના આભૂષણરૂપ અને શૂરવીર હતા. (૧૮). જેમના રાગ અને દ્વેષ વિલીન થઈ ગયા છે તેવા તીર્થંકર ભગવાન મહાવીરના શાસનમાં તે અનુરક્ત હતા : એ શાસન, જરા અને મરણથી મુક્તિ અપાવનારું હતું. (૧૯). નગરશેઠ
તે સમયે ધનપાલ નામે તેને નગરશેઠ હતા, જે સાક્ષાત્ ધનપાલ હતા. તે સૂક્ષ્મ છવાના રખવાળ હતા (!); સ પ્રજાજનાના પ્રીતિપાત્ર હતા; કુલીન, નાની, સુશીલ, કલાકુશળ અને જ્ઞાની હતા. તેની પત્ની હતી સામા—ચંદ્ર જેવી સૌભાગ્ય વાળી અને પ્રિયદર્શન. (૨૦-૨૧). સુમતા ગણિની
પાર પામવા ઉદ્દત
તેના ઉપાશ્રયમાં સુત્રતા નામે ગણતી હતી; તે સિદ્ધિમાને હતી; જિનવચનેમાં વિશારદ હતી; ખળબ્રહ્મચારિણી હતી; અનેકવિધ નિયમે અને ઉપવાસેાને લીધે તેનું શરીર ક્ષીણ થઈ ગયું' હતું. સંપૂર્ણ અગિયાર અગમ થાને તે જાણતી હતી (?). તેને શિષ્યાપરિવાર બહેાળા હતા. (૨૨-૨૩).
ગેાચરીએ નીકળેલી શિષ્યા
તેની કાઈ એક વિનયયુક્ત શિષ્યા પારાંચિક તપને અ ંતે, છઠનું પારણુ કરવા માટે, આવશ્યક અને નિયમ કરીને, યથાસમયે, જિનવચનમાં નિપુણ અને શ્રવણમનનમાં રત એવી સરખેસરખી શિષ્યાએના સંગાથમાં, દુ:ખને ક્ષય કરવા, નીરસ પદાર્થાની ભિક્ષાચર્યાએ નીકળી.(૨૪–૨૫). જ્યાં ત્રસ જીવેા, બીજ અને વધુ લીલેાતરી હોય તેવાં ભીની માટીથી ભરપૂર સ્થાનેાને ત્યજતી, જીવદયાને કારણે આગળની ચાર હાથ ભૂમિનું નિરીક્ષણ કરતી જતી (૨૬), ભિક્ષા આદરથી મળે કે અનાદરથી, અથવા તા નિંદા, રેાષ કે પ્રસન્નતા દેખાડાય—તે પ્રત્યે સમષ્ટિ રાખત, અને જે ધરેશને શાસ્ત્રમાં (ભિક્ષા માટે) વર્જ્ય ગણ્યાં હાય અને જે ધરા લાકવિરુદ્ધ હોય તેમને વર્જિત કરતી એવી તે આર્યાએ ગેાચરીમાં ક્રમપ્રાપ્ત કાઈક શ્રીમંતના ધરમાં પ્રવેશ કર્યાં—જેમ નભતળમાં રહેલી ચંદ્રલેખા શ્વેત અપુ જમાં પ્રવેશ કરે તેમ. (૨૭-૨૮). ત્યાં ઘરના આંગણામાં ત્રસ જીવેા, બીજ અને લીલેાતરીથી રહિત, દેષમુક્ત અને શુદ્ધ એવા સ્થાને કશી બાધા વિના તે ઊભી રહી. (૨૯).
રૂપવન
ત્યાં રહેલી તેને, તે મહાલયની યુવાન દાસીએ, તેના રૂપથી આશ્ચર્યચક્તિ થઈને વિસ્ફારિત નેત્રે જોવા લાગી. (૩૦). તેત જોઈ તે તે સ્ત્રીએ અદરા દર એકસાથે મેલી ઊડી, ‘ અરે ! એ ! દાડે ! દાડા ! તમારે લક્ષ્મીના જેવી અનવદ્ય આર્યાને જોવી હેય તેા ! વારંવાર લાચ કરવાથી આછા થઈ ગયેલા, અસ્તવ્યસ્ત, સુંદર અંતભાગવાળા, પ્રકૃતિથી જ સુંવાળા તે વાંકડિયા એવા કેશથી એ શેાભી રહી છે. (૩૧-૩૨ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org