________________
તરંગલોલો
૧૯૧ તો એ પ્રકારને પુરુષાર્થ કરવા અને આજે જ, સેંકડો ગુણવાળી, સર્વ દુઃખેને ભૂસી નાખનારી એવી ઉગ્ર પ્રવજ્યા લેવાની મારી ઇચ્છા છે.” (૧૫૧૧).
પ્રવયાગ્રહણ : શ્રમજીવનની સાધના
એટલે તેણે મને સર્વ પ્રાણુઓને હિતકર, જરા અને મરણથી છોડાવનાર, પાંચ મહાવત વગેરે ગુણેથી યુક્ત એવા ધર્મમાં સ્થાપિત કર્યો. (૧૫૧૨ ). પ્રત્યાખ્યાન, વિનય, સ્થાન અને ગમન સંબંધી પ્રતિક્રમણ અને ભાષ્ય-અભાષ્ય એ બધું ક્રમશ: તેણે મને શીખવ્યું. (૧૫૧૩). સમય જતાં મેં મોક્ષમાર્ગનાં દઢ સોપાન રૂ૫ અને આચારના સ્તંભ રૂપ ઉત્તરાધ્યયનનાં છત્રીય અધ્યયનોનું જ્ઞાન પૂરેપૂરું ગ્રહણ કર્યું. (૧૫૧૪). બ્રહ્મચર્યના રક્ષક સમાં આચારાંગનાં નવ અધ્યયને નું અને બાકીના આચારા શ્રુતસ્કંધનું જ્ઞાન પણ ગ્રહણ કર્યું. (૧૫૧૫). એ પ્રમાણે નિર્વાણું પહોંચવાના ભાગ રૂ૫ સુવિહિત શાસ્ત્ર પ્રમાણેના આચારાંગનું જ્ઞાન મેં સાંગોપાંગ ગ્રહણ કર્યું. (૧૫૧૬). તે પછી મેં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ અને સમવાયાંગ પૂરાં કર્યાં અને બાકીનાં અંગ-પ્રવિષ્ટ કાલિક શ્રુતનું પણ મેં પ્રહણ કર્યું. (૧૫૧૭). બધા નયાનું નિરૂપણ કરતા, વિસ્તૃત નવ પૂર્વે મેં જાણ્યા, તથા બધાં કોની ભાવ અને ગુણને લગતી વિશિષ્ટતા પણ હું સમજો.(૧૫૧૮). એ પ્રમાણે શ્રમણધર્મ આચરતાં અને પૃથ્વી પર વિહાર કરતાં, માન-અપમાન પ્રત્યે સમતા રાખીને મેં બારથી પણ વધુ વરસ વિતાવ્યાં. (૧૫૧૮) મારી શ્રદ્ધા સતત વૃદ્ધિ પામતી જાય છે, અને યથાશક્તિ હું સંયમ પાળતો રહું છું. આ પ્રમાણે ભાવિત ચિત્ત અત્યારે ઉત્તમ ધર્મની કામના કરી રહ્યો છું.” (૧૫ર૦).
વૈરાગ્ય
તરંગવતી અને તેના પતિમાં વૈરાગ્યવૃત્તિને ઉદય
એ પ્રમાણે સાંભળીને, અમારું પૂર્વ વૃત્તાંત તેણે સંભારી આપ્યું તેથી, તે વેળા અમે ભોગવેલું દુઃખ મને ફરી તાજુ થયું (૧૫૨૧). આંસુથી કંપતી લાંબી દષ્ટિએ અમે એકબીજા પ્રત્યે જોયું; “અરે ! આ તો પેલે જ માણસ,’ એમ અમે તે વેળા તેને ઓળખ્યો : જાણે કે વિષનું અમૃત થઈ ગયું. (૧૫૨૨). જે એવો ક્રરકમ હતો તો પણ આ માણસ સંયમી બની શક્યો, તો અમે પણ દુઃખનો ક્ષય કરનારું તપ આચરવાને યોગ્ય છીએ. (૧૫ર૩). દુઃખના સ્મરણથી અમારું મન કામભોગમાંથી ઊઠી ગયું, અને અમે તે સમાધિયુક્ત શ્રમણનાં પગમાં પડયાં. (૧૫ર૪). પછી ઊભાં થઈ, મસ્તક પર અંજલિ રચીને અમે તે વેળાના બંધુ સમા, કવિતદાન દેનાર શ્રમણને કહ્યું (૧૫ર ૫), તે વેળા આગલા ભવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org