________________
તરંગલાલા જેમણે નામના મેળવી હતી, બખ્તરિયા ઘોડા પર સવાર થઈને જેઓ ધાડ પાડતા, હંમેશાં જેઓ વિજયી બનતા તેવા લેકોના વસવાટ વાળી તે પલ્લીમાં હું જઈને રહ્યો. (૧૪૩૬).
ચોરસેનાપતિ
ચોરસમૂહ જેનું સુખે શરણ લેતા, યુદ્ધમાં જે સૂર્ય સમો પ્રતાપી હતી, તલવારના પ્રહારોથી થયેલા ત્રણથી જેનું અંગ ખરબચડું બની ગયું હતું, જે પાપનું ભરપૂર સેવન કરતો, જે પારકા ધનને વિનાશક હતો, સાહસિક હતા, એરોનો આશ્રયદાતા હતો અને સુભટ તરીકેની જેની શક્તિની ઘણું ખ્યાતિ હતી તેવો શક્તિપ્રિય નામનો વીર ચોર ત્યાં નાયક હતો. (૧૪૩૭–૧૪૩૮). પિતાની ભુજાના પરાક્રમ વડે તેણે સુભટોના ઉત્કર્ષને પ્રગટ કરનારું એવું યશસ્વી સેનાપતિપદ પ્રાપ્ત કર્યું હતું. (૧૪૩૯). મેં તેને આશ્રય લીધે. તેણે મારી સાથે વાતચીત કરીને મને આવકાર્યો. બીજા સુભટોએ પણ મારું સંમાન કર્યું, અને હું માનપાન સહિત ત્યાં સુખે રહેવા લાગ્યો. (૧૪૪૦).
વ્યાધની ક્રૂરતા
ત્યાં રહીને મેં અનેક લડાઈઓમાં કરેલાં પરાક્રમોને પરિણામે દુષ્કીર્તિ મેળવી અને થોડા સમયમાં જ હું પાપભટ તરીકે જાણીતો થઈ ગયો. (૧૪૪૧). તલવારથી પીઠ પાછળ ઘા કરીને લોકોની હત્યા કરવાની ક્ષુદ્રતાને લીધે હું બધા સુભટોમાં સેનાપતિને સૌથી વધુ પ્રીતિપાત્ર બન્ય. (૧૪૪૨). મારી સાથે લડતો હોય કે ન લડતો ય, સામને કરતો હોય કે નાસી જતો હોય તેવા કોઈને પણ યુદ્ધમાં હું જતો કરતા ન હોવાથી પહલીના લકોએ “બળિયો', નિર્દય’ અને ‘જમદૂત' એવાં મારી દુષ્ટતાનાં સૂચક નામ પાડવાં. (૧૪૪૩-૧૪૪૪). જુગારમાં જીતેલા દ્રવ્ય વડે મેં મિત્રોને મારી સમૃદ્ધિથી સત્કાર્યો અને એમ હું સૌને માનનીય બન્યો. (૧૪૪૫). એ રીતે મારા ઘર પ્રત્યે લાગણી રહિત બનીને હું ત્યાં પલ્લીમાં કાળદંડ અને યમદંડની જેમ વર્તતો સમય વિતાવતો હતો. (૧૪૪૬). ચારે વડે તરુણ દપતીનુ બંદિગ્રહણ
હવે કઈ એક સમયે બંધ કરવા ગયેલા ચોરો કાઈક તરુણ દંપતીને પકડી પલીમાં લઈ આવ્યા. (૧૪૪૭). તેઓએ તે બંનેને દેવીને ધરાવવા સેનાપતિની પાસે લઈ આવ્યા. (૧૪૪૮). તે તરુણ અને તરુણને સેનાપતિને દેખાડયાં. પિતાના વિશિષ્ટ રૂ૫વડે તે તરણું ચેરેના હૃદયને પણ ચેરી લેતી હતી. (૧૪૪૯). તે અપ્સરા જેવી તરુણુને સેનાપતિએ કાત્યાયનીદેવીના ડરથી પિતાની સ્ત્રી તરીકે ન રાખી અને દેવીને બલિના પશુ તરીકે દીધી. (૧૪૫૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org