________________
પ્રાકૃત વિજ્ઞાન બાળપોથી ભાગ-૧ તથા ભાગ-૨ની બીજી આવૃત્તિ પ્રસંગે
અમારી વાત... | પ્રાકૃત વિશારદ્ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રીનો પ્રાકૃતભાષા અંગેનો તે રીતે લગાવ હતો કે જેઓ પજ્યશ્રીએ “પ્રાકત વિજ્ઞાન પાઠમાળા’નું સર્જન કર્યું. તે બુકની ચાર-ચાર આવૃત્તિઓ પ્રગ પાંચમી આવૃત્તિ નજીકના ભવિષ્યમાં પ્રકટ કરવાની જરૂરીયાત ઊભી થશે.
પૂજ્યશ્રીના જીવનકાળ દરમ્યાન પ્રાકૃતભાષાના પ્રાથમિક વિદ્યાર્થીઓને પ્રાકૃતભાષા શીખવા માટે અલ્પ પરિશ્રમે પણ તે ભાષા શીખી શકે તેવો પ્રયત્ન કરી ૪-વિભાગમાં તેવું કોઈ પુસ્તક છપાવવામાં આવે તે અપેક્ષાએ પૂજ્યશ્રીએ તે બધું તૈયાર કરી રાખ્યું હતું પણ કોઈ તેવી ભવિતવ્યતાના કારણે પૂજ્યશ્રીના સ્વર્ગવાસ બાદ પણ તે પુસ્તક છપાવવાનું ન બન્યું. પરંતુ ઈ.સ. ૨૦00 જાન્યુઆરીના પ્રથમ દિવસે પૂજ્યશ્રીની ૧૦૦મી જન્મવર્ષની ઉજવણી સમયે તે ૪-ભાગનું પ્રકાશન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને તે પુસ્તકનું વિમોચન મુંબઈ માટુંગા સંઘના ઉપક્રમે પૂજ્યશ્રીની જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે બે ભાગનું પ્રકાશન અમો કરી શક્યા છીએ. હાલ ત્રીજા-ચોથા ભાગનું પણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે.
આ પુસ્તક અંગે મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે ધાર્મિક શિક્ષણ સંઘના શિક્ષક અને શિક્ષિકાઓને ‘પ્રાકૃતભાષાનો અભ્યાસ દરેક પાઠશાળાઓમાં કરાવવામાં આવે તો વધુ ઉપકારક બનશે’ તેવી પ્રેરણા કરતા ધાર્મિક શિક્ષણસંધે તે કાર્ય ઉપાડી લઈ પરીક્ષા પણ લેવા નિર્ણય જાહેર કર્યો.
- જેનું ફળ ધાર્મિક શિક્ષણસંઘના સંચાલકો તરફથી પ્રધાનતાએ ચીમનલાલ પાલીતાણાકરે દરેક પાઠશાળાના શિક્ષકશિક્ષિકાઓને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓને બે ભાગની પરીક્ષા આપવા પ્રેરણા કરી અને તેના પરિણામ તરીકે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તત્પર બનતાં તે બંને ભાગોની નકલો લગભગ અપ્રાપ્ય બનતાં ફક્ત ૬ મહિના જેટલાં સમયમાં આ બીજી આવૃત્તિ તત્કાલ છપાવવાની તાતી જરૂરીયાત બનતાં આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં એક શ્રુતજ્ઞાનરસિક પરિવારે પોતાના માતુશ્રી ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર શાહ અમદાવાદવાળાના આત્મશ્રેયાર્થે સંપૂર્ણ શ્રુતભક્તિનો લાભ લીધો છે. તે અનુમોદનીય છે. આવા શ્રુતભક્તિના અનેક કાર્યો તેમના શુભહસ્તે કરી પોતાના તન-મન-ધન સફળ બનાવે.
પ્રસ્તુત ચારે ભાગોનું સંપાદન કાર્ય પૂ. આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ., પૂ. ગણિશ્રી શ્રીચંદ્રવિજયજી મ., પૂ. મુનિશ્રી જિનેશચંદ્રવિજયજીએ અથાક પરિશ્રમથી કરી આપ્યું અને તે બુકના બે ભાગનું પ્રકાશન પણ મુંબઈના અનેક સંઘો. તથા અનેક શાસનરસિક મહાનુભાવોના આર્થિક સહાયથી કરી શક્યા.
- જ્યારે ૮/૧૦ દિવસમાં તે બંને ભાગોનું પુનર્મુદ્રણ નેહજ એન્ટરપ્રાઈઝવાળા જયેશભાઈએ સુઘડ અને સ્વચ્છ કરી આપી હજારો પરીક્ષાના પ્રાથમિક વિદ્યાર્થીઓને શ્રુતજ્ઞાન ભક્તિ માટે મહાન આલંબન પુરું પાડ્યું છે.
વિશ્વના સંકો દલ 124. મલાડ છે, 25ષ્ઠ 5 દ૬-2]૩ ૧૨ * છો ? 2• • -
અ શો +વિમલાડ વેસ્ટ
આ ષાડ સુદ૭૪ થા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org