________________
અશ્વિતાભિધાનવાદી દ્વારા અભિહિતાવવાનું ખંડન પિતાના અર્થ સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે પદ બીજા પદને કોઈ ઉપકાર કરતું દેખાતું નથી. પદાક્તરસન્નિધાન, જે પદનું સન્નિધાન છે તે પદના અર્થનું પ્રતિપાદન કરીને જ બીજા પદના અર્થને નિયત કરે છે એમ કહીએ તો અભિહિત પદાર્થોને અન્વય કહ્યો ગણાય. તેથી અભિહિતાન્વયને સિદ્ધાન્ત જ વધારે સારો છે. પદેથી પ્રતિપાદિત અર્થો આકાંક્ષા, ગ્યતા અને સનિધિને આધારે પરસ્પર અવિત થાય છે. જે અર્થ જે અથથી આકાંક્ષિત છે. જે અર્થ જે અર્થની સનિધિમાં છે અને જે અર્થ જે અર્થના સંબંધમાં આવવાને ગ્ય છે તે અર્થ તે અર્થની સાથે અન્વિત થાય છે, બીજો અર્થ અન્વિત થતો નથી. તેથી જ “આંગળીના ટેરવા ઉપર હાથીઓના સે જૂથે હતાં’ એમાં પદાર્થો વચ્ચે અન્વયે સંબંધ નથી, કારણ કે યોગ્યતાનો અભાવ છે. અન્વિતાભિધાનવાદીઓના મતમાં તો અવિત પદાર્થોનું અભિધાન જ થતું ન હોઈ અહીં પણ અન્વયે પ્રાપ્ત થાય પરંતુ તે અન્વયે તો અહીં છે નહિ. તેથી અભિહિત પદાર્થોનો જ અન્વય થાય છે એ મત બરાબર છે માટે જ કહેવાયું છે “પદ પિત પિતાના અર્થનું અભિધાન કરી પિતાને વ્યાપાર અટકાવી દે છે. પછી અવગત પદાર્થો વાક્યાથને પામે છે.”
144. एवं प्राप्ते अभिधीयते-न व्युत्पत्तिनिरपेक्षो दीप इव शब्दोऽर्थमवगमयतीति । व्युत्पत्तिश्च वृद्धव्यवहारात् । वृद्धानां च व्यवहारो वाक्येन, न पदेन, केवलस्य पदस्याप्रयोगात् ।।
अर्थप्रकरणप्राप्तपदार्थान्तरवेदने । पदं प्रयुज्यते यत्तद्वाक्यमेवोदितं भवेत् ॥ वक्ता लाक्यं प्रयुक्ते च संसृष्टार्थविवक्षया ।
तथैव बुद्धयते श्रोता तथैव च तटस्थितः ॥ .. सेयं वाक्यस्य वाक्यार्थे व्युत्पत्तिः ।
144. આવું પ્રાપ્ત થતાં અન્વિતાભિધાનવાદી કહે છે—જેમ દીવ વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવે છે તેમ શબ્દ યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના અર્થનું જ્ઞાન કરાવતા નથી, અને વ્યુત્પત્તિ તો વડીલેના વ્યવહાર દ્વારા થાય છે, અને વડીલેને વ્યવહાર વાક્ય વડે થાય છે, પદે વડે થતો નથી, કારણ કે કેવળ પદને પ્રયોગ થતું નથી. અર્થ (પ્રોજન), પ્રકરણથી પ્રાપ્ત અન્ય પદાર્થોનું જ્ઞાન થતાં જે એક પદને પ્રયોગ કરવામાં આવે છે તેને વાકય જ કહેવાય. વકતા સંસ્કૃષ્ટ ( = અન્વિત) અને જણાવવાની ઈચ્છાથી વાકયને પ્રયોગ કરે છે. શ્રેતા તે પ્રમાણે જ જાણે છે અને તેમની પાસે ઉપસ્થિત ત્રીજી તટસ્થ વ્યકિત તે પ્રમાણે જ વાકથન અથ’ શીખે છે. આ જ છે વાક્યર્થમાં વાક્યની વ્યુત્પત્તિ.
145. वाक्यं च किमुच्यते ? संहत्यार्थमभिदधन्ति पदानि वाक्यमिति वाक्यविदः । तत्रायं पदसमूह एकार्थो भवति । एवं न संहत्यार्थमभिदध्युः पदानि,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org