________________
પ્રાસ્તાવિક
કાશ્મીરના રાજા શંકરવર્માના રાજ્યકાળમાં (ઈસ. ૮૮૫ ૯૦૨) થઈ ગયેલા કાશ્મીરી પંડિત જયંત ભટ્ટની ન્યાયમંજરી સંસ્કૃતિ દર્શનિક સાહિત્યનું અણમોલ રત્ન છે. એક બાજુ તેની ચિંતનસમૃદ્ધિ બુદ્ધિષક અને વિચારપ્રેરક છે, તે બીજી બાજુ તેની કાવ્યમય
લી ચિત્તાકર્ષક અને આહલાદક છે. ભારતીય દર્શનની મુખ્ય શાખાઓના ચિંતનને ધ્યાનમાં લઈ તેની સઘળી સમસ્યાઓનું તૈયાયિકની દૃષ્ટિએ વિશદ વિવરણ પ્રસ્તુત કરતો હે ઈ તે ભારતીય દર્શનશાસ્ત્રને પ્રતિનિધિરૂપ પ્રૌઢ ગ્રંથ બની ગયો છે.
આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત પાંચ આહ્નિક પ્રકાશિત કર્યા છે–પ્રથમ ત્રણ આહ્નિકે ત્રણ અલગ અલગ પુસ્તકમાં અને ચોથું અને પાંચમું આહુનિક એક સાથે એક પુસ્તકમાં. પ્રસ્તુત પાંચમા પુસ્તકમાં છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમ એમ ચાર આહુનિકને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે.
પ્રથમ આહ્નિકમાં પ્રમાણનું લક્ષણ, પ્રમાણવિભાગ, પ્રમાણુની સંખ્યા, અર્થોપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આફ્રિકામાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આકનિકમાં શબ્દપ્રમાણ, ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યની વિચારણું છે. ચોથા આહનિકમાં મીમાંસાના વેદાપૌરુષેયવાદની આલોચના કરી કવવાદની સ્થાપના કરવામાં આવી છે. અથવવેદનું પ્રાથમ્ય રથાપી તેના પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે, જેન–બૌદ્ધ આદિ અન્ય આગમોના પ્રામાણ્યનું સમર્થન કરવામાં આવ્યું છે, વેદ ઉપર કરવામાં આવતા અપ્રામાણ્યના આક્ષેપનો પરિહાર કરવામાં આવ્યું છે અને વેદનું પ્રામાણ્ય કાર્યાથમાં છે કે સિદ્ધાર્થમાં કે બન્નેમાં એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે પાંચમાં અહનિકમાં બોદ્ધોના અપેહવાદનું ખંડન કરી ન્યાયના જાતિવાદની સ્થાપના કરવામાં આવી છે, પદને વાચ્ય અર્થ આકૃતિ છે, નતિ છે કે વ્યક્તિ છે એ પ્રશ્નની વિચારણું કરવામાં આવી છે અને વાકથા શે છે એ પ્રશ્ન પર અનેક મતોની આલેચના કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે.
જે ચાર આહનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે તેમનામાં ચર્ચવામાં આવેલી દાર્શનિક સમવાઓની ઝાંખી નીચે મુજબ છે. છઠ્ઠા આહૂનિકમાં ફેટવાદની વિસ્તૃત સમજુતી આપી, તેનું ખંડન કરી ન્યાયતની સ્થાપના કરવામાં આવી છે અહી' વર્ગો અથપ્રત્યાયક કેવી રીતે બને છે તેની વિશદ છણાવટ કરવામાં આવી છે. ત્યાર પછી વાકયાથબોધ કેવી રીતે થાય છે એ ચર્ચામાં પદાર્થો (= પદેના અર્થો) વાકથાથબુદ્ધિના જનક છે એ મીમાંસક મતની આલોચના કરી પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાકષાર્થમાં પર્યાવસાન પામે છે એ ન્યાયમતની સ્થાપન કરવામાં આવી છે. નૈયાયિકને સિદ્ધાંત છે કે પદની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશક્તિ તે કાર્ય કરે છે જ. ઉપરાંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org