________________
આલયવિજ્ઞાન શું છે ?
આલયવિજ્ઞાન જેવું તો કંઈ છે નહિ, અશેષ હજારે વાસનાઓના આશ્રયરૂપ તે હોય તે પણ તે આશ્રય ક્ષણિક હોઈ તરત જ વાસનાની તેવા પ્રકારની કેડીરૂપ આલયવિજ્ઞાનને નાશ થાય [અને પરિણામે અશેષ હજારો વાસનાઓ તેની સાથે જ નાશ પામે.] નાશ પામ્યા પછી ફરી આયવિજ્ઞાનની ઉત્પત્તિ માનવામાં આવે તે તેવા પ્રકારનું જ અર્થાત અશેષ હજાર વાસનાઓના આશ્રય રૂ૫ જ તે આલયવિજ્ઞાન ઉત્પન્ન થશે. તે પછી અમુક વખતે જ ગોજ્ઞાન, અમુક વખતે જ અજ્ઞાન, વગેરે ક્રમ નહિ બને, એટલે આ માગ સર્વથા સંકટભર્યો છે. તેથી, “વાસનાથી જ લેયાત્રા સિદ્ધ થતી હોવાથી બાહ્ય અથની શી જરૂર છે ?' એવી બિચારા બૌદ્ધોની આ વાત ઝાંઝવાના જળ જેવી છે. બહુ વાચાળતાથી સયું', નિષ્ણ એ કે નિપુણ ચિંતક વડે નિરૂપા નીલાદિ અકાર અથને જ સિદ્ધ થાય છે. જ્ઞાનને સિદ્ધ થતો નથી. વળી, પ્રમિતિ પ્રમાણ અને પ્રમેય એ ત્રણ રૂપે એક જ્ઞાન કેવી
૧. આલયવિજ્ઞાન વિશે સંક્ષિપ્ત નેધ અહીં જરૂરી જણાય છે. અનાદિ વાસનાથી ( = સંસ્કારથી) વાસિત વિજ્ઞાન ( = ચિત્ત) આલયવિજ્ઞાન છે. તે જ નિત્ય અને નિરંતર વિદ્યમાન રહેતું બધાં જન્મ અને ગતિનું કારણ છે. તેની નિત્યતા પ્રવાહનિત્યતા છે. તેમાંથી ક્ષણિક પ્રવૃત્તિ વિજ્ઞાન જન્મે છે અને નાશ પામે છે. આલયવિજ્ઞાન સાગર જેવું છે અને પ્રવૃતિવિજ્ઞાને તેમાં ઊઠતાં મોજાં જેવાં છે. જેમ સાગર અને તેનાં મોજાં વચ્ચે ભેદ નથી તેમ આલયવિજ્ઞાન અને પ્રવૃત્તિવિજ્ઞાનો વચ્ચે ભેદ નથી. પ્રવૃત્તિ વિજ્ઞાને સાત છે—પાંચ ઈન્દ્રિયજ્ઞાને, વિષયજ્ઞાનાત્મક મનોવિજ્ઞાન અને અહંકારાત્મક મન પહેલાં પાંચ વિજ્ઞાને જેને પ્રત્યક્ષજ્ઞાન કહેવામાં આવે છે તે છે મને વિજ્ઞાન મન દ્વારા થતુ પ્રત્યક્ષજ્ઞાન છે. મનોવિજ્ઞાનનું ખાસ કામ પાંચ પ્રત્યક્ષજ્ઞાનને સમન્વય કરવાનું છે અને અહંકાર અને મમકાર ઉપસ્થિત કરે છે. આલયવિજ્ઞાનમાં આ બધાં જ્ઞાને બીજરૂપે અન્તહિત હોય છે અને જ્યારે તેઓ પ્રગટ થાય છે ત્યારે તેઓ પ્રવૃત્તિવિજ્ઞાન બને છે. આમ આલયવિજ્ઞાન બીજનેવાસનાઓને કે ઠાર છે. એટલે તેને વાસનાશય પણ કહી શકાય. જેમ નદીને ધસમસતા પ્રવાહ તૃણ. કાષ્ઠ, ગેમય આદિ અનેક પદાર્થોને ખેંચતે સદા આગળ વધે છે તેમ આ આલયવિજ્ઞાન પણ પ્રવૃત્તિવિજ્ઞાનની બીજભૂત વાસનાઓને ખેંચતું જન્મજન્મ.ન્તરમાં આગળ ને આગળ વધતું રહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી તે અટકતું નથી આ આલયવિજ્ઞાનનો વિશુદ્ધિ વાસનાનો નાશ થતાં થાય છે. તેની આ વિશુદ્ધિ જ પરમાર્થ છે. આલયવિજ્ઞાન વાસના રહિત થતાં પ્રવૃત્તિ વિજ્ઞાનેનો નિરોધ થાય છે. હવે આલયવિજ્ઞાન અલયવિજ્ઞાન રહેતું નથી, તે સર્વપ્રવૃત્તિવિજ્ઞાનના નિરોધવાળુ, વાસનારહિત, શુદ્ધ અયરૂપ વિજ્ઞાન જ રહે છે. આવું વિજ્ઞાન જ નિર્વાણ છે. તે જ પરમ તત્વ છે. વિરોધીઓ આક્ષેપ કરે છે કે “આલયવિજ્ઞાન'ના નામથી આ વિજ્ઞાનવાદીઓએ આત્માને જ સ્વીકાર કર્યો છે. પરંતુ તે બરાબર નથી કારણ કે આત્મા અને આલયવિજ્ઞાનમાં સ્પષ્ટ અન્તર છે આમા અપરિવર્તનશીલ છે જ્યારે આલયવિજ્ઞાન ક્ષણિક છે. આલયવિજ્ઞાનમાં પ્રવાહનિત્યતા છે
અ લયવિજ્ઞાનને યોગદર્શનના ચિત્ત સાથે પ્રવૃત્તિવિજ્ઞાનેને ચિત્તવૃત્તિઓ સાથે અને પ્રવૃત્તિવિજ્ઞાનનિરોધને વૃત્તિનિરોધ સાથે સરખાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org