________________
શરીરવિષયક મતાન્તરે
૩૧૫ રહી શકે જ નહિ, એટલે ન્યાય-વૈશેષિકે કહે છે કે તે બન્ને એક જ દેશમાં ક્યાં રહે છે ? તંતુઓ અંશુઓમાં રહે છે અને પટ ત તુઓમાં રહે છે. આમ તેમણે “દેશને અર્થ સમાયિકાર કર્યો. હવે જે તેઓ એમ માને કે અંશુઓ તંતુઓનું અને પટનું પણ સમાયિકારણ બની શકે છે તે તંતુ અને પટ એ બે મૂત દ્રવ્ય એક “દેશમાં રહેવાની આપત્તિ આવે. એટલે તેઓએ ઉપર વર્ણવેલો ક્રમ સ્વીકાર્યો છે ] તેથી, આમ અનેક આત્મા એમાં સમવાયસંબંધથી રહેતા ધમધમરૂ૫ સંસ્કારના વિપાકને અનુરૂપ થતી ઈશ્વરેચ્છાથી પ્રેરાતા પરમાણુઓની ક્રિયાની આનુપૂવથી ઉતપન્ન થતાં ચણુક વગેરે કર્યોના ક્રમે શરીર આદિ અવયવીરોની ઉ૫ત્તિ થાય છે એ સ્થિર થયુ.
163. एतद्विपरीतानि तु मतान्तराणि प्रमाणविरुद्धानि । तथा हि – नित्यमेव शरीरादि अनुत्पत्तिधर्मकमिति प्रत्यक्षविरुद्धम् । पृथिव्यादेरप्यवयवसन्निवेशविशिष्टत्वात् कार्यत्वमितीश्वरसिद्धौ निर्णीतम् । आकस्मिकत्वमपि शरीरादेः कार्यस्य न युक्तम् , कारणनियमोपलम्भादनिमित्तायाश्च भावोत्पत्तेरनुपपत्तेः । अभावाद् भावोत्पत्तिरपि ताडगेवेति । त्रिगुणात्मकप्रधानविकारमहदहंकारादिकारणकत्वमपि कार्यस्य पृथिव्यादेः प्रागेव प्रपञ्चतः प्रतिषिद्धम् । अनारब्धावयविरूपकार्याः परमाणव एवैते सञ्चयविशिष्टाः सन्तो लोकयात्रां वहन्तीत्येतदपि न समीचीनं, सञ्चयस्य भेदाभेदविकल्पाभ्यामनुपपद्यमानत्वात् , परमाणूनां चातिसौम्यादप्रत्यक्षत्वात् । पोद्गलिककार्यपक्षेऽपि पर्यायान्तरेण परमाणूनां कथनम् अप्रामाणिकम् । शब्दविवर्तत्वं तदनुगमाग्रहणादनुपपन्नम् । परमात्मोपादानत्वमपि न सम्भवति, तस्यैव निष्प्रमाणकत्वात् । न च 'न कदाचिदनीदृशं जगत्' इति पादप्रसारिकामात्रं कर्तुमुचितं, सर्गप्रलयप्रबन्धस्य समर्थितत्वादिति ।
अतश्च पक्षान्तरदुर्बलत्वा
द्यथोदितः सिद्धयति भूतसर्गः । तं यस्तु पश्यन्नपि निहनुवीत
तस्मै नमः पण्डितशेखराय ।। 163 એનાથી વિપરીત મતાન્તરે પ્રમાણવિરુદ્ધ છે, જેમકે શરીર વગેરે અનુપત્તિધર્મક હેઈ નિત્ય જ છે એ માન્યતા પ્રત્યક્ષવિરુદ્ધ છે. પૃથ્વી વગેરે પણ અવયવોના સનિશવિશેષ હોઈ કાર્ય છે એ ઈશ્વરસિદ્ધિમાં અમે પુરવાર કર્યું છે શરીર વગેરે કાર્ય આકસ્મિક છે એ મત પણ યોગ્ય નથી કારણ કે અમુક કારણ અમુક કાર્યને ઉત્પન્ન કરે છે એ આપણો દેખીએ છીએ અને ભાવરૂપ વસ્તુની ઉત્પત્તિ કારણ વિના થવી ધટતી નથી. અભાવમાંથી ભાવની ઉત્પત્તિ પણ તેવી જ છે – ઘટતી નથી. પૃથ્વી આદિ કાર્યનું કારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org