________________
ક
આહંકારિક છે એ સાંખ્ય મત ઘટતા નથી
ચક્ષુરિન્દ્રિયને ઉપકાર થાય છે. એટલે જ ગોલકના ગુણ–દેષ અનુસાર વિષયના જ્ઞાનમાં પણ ગુણ-દેષ ઘટે છે, કારણ કે આધાર દ્વારા તે આધારના આધેયમાં તે ગુણદોષ આવે છે. અપ્રાપ્ત વિષયનું ગ્રહણ ન ઘટતું હેઈ, ગોલક જ ચક્ષુરિન્દ્રિય છે એ બૌદ્ધોએ કપેલે પક્ષ બુદ્ધિમાનોના હૃદયમાં સ્થિર થતું નથી. એટલે પ્રાયકારી તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એ નિશ્ચિત થયું.
___32. इत्थं भौतिकेन्द्रियवादेऽपि प्राप्यकारित्वसिद्धेन कापिलकथितमाहङ्कारिकत्वमिन्द्रियाणामुपपद्यते ।।
32 આમ ઇન્દ્રિય ભૌતિક છે એ સિદ્ધાન્તમાં પણ ઈન્દ્રિયની પ્રાયકારીતા સિદ્ધ થતી હેઈ, સાંખ્યોએ કહેલ ઈદ્રિયોની આહંકારિકતા ઘટતી નથી.
___33. ननु पक्षद्वयेऽपि प्राप्यकारित्वोपपत्तेः कोऽयं भौतिकत्वं प्रत्यभिनिवेशातिशयो भवतामिति ? उच्यते । एकप्रकृतिकत्वे हीन्द्रियाणामेकमेव सर्वविषयप्रकाशनकुशलमिन्द्रियं भवेत् सर्वाणि वा सर्वविषयग्राहीणि भवेयुः, कारणस्याविशेषात् । कारणनियमाधीनो हि कार्यनियमः । अहङ्काराख्यं च कारणं सकलविषयप्रकाशनशक्तियुक्तम् । इन्द्रियाण्यपि तथा भवेयुः । एकविषयप्रकाशनशक्तियुक्ते तस्मिन् कथमिन्द्रियान्तराणि विषयान्तरमाहीणि भवेयुः ? भौतिकत्वे तु भूतानां भेदात् गुणोत्कर्षयोगित्वान्नियतविषयग्राहीन्द्रियप्रकृतित्वम् । तथा च प्रदीपादितेजः रूपरसाधनेकविषयसन्निधानेऽपि रूपस्यैव प्रकाशकमुपलब्धम् । अतस्तेजःप्रकृति चक्षुरिन्द्रियमपि रूपस्यैव प्रकाशकं भवितुमर्हति । एवमिन्द्रियान्तरेष्वपि वक्तव्यम् । तदेष विषयनियम: प्रकृतिनियमकारित इन्द्रियाणामिति भौतिकानीन्द्रियाणि ।
33. શંકા કાર – ઉપયુક્ત બન્ને પક્ષમાં પ્રાયકારીતા ઘટતી હેઈ, ઈન્દ્રિયોના ભૌતિક પ્રત્યે તમને તૈયાયિકોને કેમ પક્ષપાત છે ?
નિયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. જો બધી ઈન્દ્રિયનું ઉપાદાનકારણ એક જ હોય તે કાં તો બધા વિષયોને જાણનારી એક જ ઇન્દ્રિય હોય, કાં તે બધી ઈન્દ્રિયો બધા વિષયને જાણનારી હોય કારણ કે તેમનું ઉપાદાનકારણ એક જ છે. અમુક કારણને અધીન અમુક કાર્ય હોય છે. અહંકાર નામનું ઉપાદાનકારણુ બધા વિષયને જાણવાની શકિત ધરાવે છે, તેથી ઇન્દ્રિયો પણ તેવી જ હોય. જે અહંકાર એક વિષયને જ જાણવાની શક્તિ ધરાવતું હોય તો બીજી ઈન્દ્રિયે બીજા વિષયને કેવી રીતે જાણી શકે ? ઇન્દ્રિયોને ભૌતિક માનતાં, ભૂતો તો ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં હોઈ, અમુક જ વિષયને ગ્રહણ કરનારું તે તે ઇન્દ્રિયનું તે તે ઉપાદાનકારણ છે. પ્રદીપ આદિનું તેજ રૂપ, રસ આદિ અનેક વિષયો નજીક હોવા છતાં રૂપને જ પ્રકાશિત કરે છે. તેથી તેજ જેનું ઉપાદાનકારણ છે એવી ચક્ષુરિન્દ્રિય પણ રૂપને જ પ્રકાશિત કરવાને લાયક છે. આમ જ બીજી ઈન્દ્રિયોની બાબતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org