________________
વસ્તુનો નાશ નિહેતુક છે
૧૮૯
11. વળી, વસ્તુઓ ક્ષણિક છે કારણકે વિનાશને માટે કોઈ કારણની ( = હેતુની ) તેને અપેક્ષા નથી. વસ્તુ સ્વતઃ નશ્વરસ્વભાવ છે કે અનશ્વરસ્વભાવ છે ? જે તે સ્વતઃ નશ્વરસ્વભાવ હોય તે વિનાશને માટે કઈ હેતુની તેને જરૂર નથી. જે તે સ્વતઃ અનશ્વરસ્વભાવ હોય તે પણ વિનાશને માટે કોઈ હેતુની તેને જરૂર નથી.
72. क तर्हि मुद्गरादीनां व्यापारः ? विजातीयसन्ततिजन्मनीति बमः । अभावस्तु तज्जन्यो न संभवत्येव, प्रमाणविरुद्धत्वात् । भावो हि स्वरूपेण न भवति, न त्वभावोऽप्यस्य न भवतीति । स्वरूपं तु तस्य भवनात्मकं चेत् सर्वदैव भवेदेव, न न भवेत् । अभवनात्मकं तु सदैव न भवेत् , परापेक्षाया अभावात् । न हि मुद्गरादिकारणान्तरसापेक्षः कुम्भादेविनाशो भवितुमर्हति, उत्पत्ताविव नाशेऽपि समर्था समर्थभिन्नाभिन्नोपकारसहकार्यादिविकल्पकलापानपायात् ।
72. તૈયાયિક – તે પછી મુગર આદિને વ્યાપાર શેમાં છે.
બૌદ્ધ– વિજાતીય સત્તતિને ઉત્પન્ન કરવામાં. વસ્તુની થવામાંથી વિરતિ (=વિનાશ) મુગર આદિથી જન્યું હોય એ સંભવતું નથી, કારણકે તે પ્રમાણવિરુદ્ધ છે. [ પ્રમાણુવિરુદ્ધ
આ પ્રમાણે છે ] – વસ્તુનું થવું (=ઉત્પત્તિ) સ્વરૂપથી થાય નહિ, પરંતુ વસ્તુની થવામાંથી વિરતિ (વિનાશ) સ્વરૂપથી થતી નથી એમ નહિ, અર્થાત્ સ્વરૂપથી જ થાય છે. જો થવું એ (=ઉપતિ) વસ્તુનું સ્વરૂપ હોય તે વસ્તુ સદાય થયા જ કરે, તે કદી થવામાંથી વિરમે નહિ. જે ન થવું એ (કવિનાશ) વસ્તુનું સ્વરૂપ હોય તો વસ્તુ સદા (પ્રતિક્ષણે થવામાંથી વિરમે (=નાશ પામે), કારણકે ન થવામાં (થવામાંથી વિરમવામાં નાશ પામવામાં) તેને કઈ કારણની અપેક્ષા નથી. કુંભ આદિના વિનાશે મુદૂગર આદિ બીજાં કારની અપેક્ષા રાખવી યોગ્ય નથી, કારકે ઉ૫ત્તિની જેમ વિનાશમાં પણ કારક વિશે સમર્થ—અસમથ, ઉપકાય – ઉપકારક તેમજ ઉપકાર- ઉપકાર્ય વિશે ભિન્ન-ભિન્ન વગેરે વિકપ દૂર થતા નથી.
73. अथ कतिपयक्षणव्यवहितविनाशस्वमावो भाव इष्यते, तर्हि प्राक्तननयेन कदाचिदपि न विनश्येत्, विनाशसमयेऽपि तत्स्वभावानपायेन पुनः कतिपयक्षणापेक्षणप्रसङ्गात् । अपि च यदाऽपि तेन नष्टव्यं तदाऽप्यस्य न स्वरूपादतिरिक्तः कश्चन विनाशहेतुरवतरति । तच्च स्वरूपम् आद्येऽपि क्षणे तस्य तादृशमेवेति तदैव वा नश्येत्, न कदाचिद् वा।
73. નૈયાયિક– [ન્યાયદર્શનમાં કેટલીક ક્ષણોના વ્યવધાન પછી વિનાશ પામવાના સ્વભાવવાળો ભાવ પદાર્થ ઈરછવામાં આવ્યો છે.
બૌદ્ધ– તે પહેલાં જણાવી ગયા એ તર્ક અનુસાર તે કદી નાશ નહિ પામે, કારણકે વિનાશના સમયે પણ તેને તે સ્વભાવ દૂર થતો ન હોવાથી તેને ફરી કેટલીક ક્ષણની અપેક્ષા રહેવાની આપત્તિ આવશે.
વળી, જ્યારે પણ વસ્તુને નાશ થવો જોઈએ ત્યારે તેના સ્વરૂપથી અતિરિક્ત કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org