________________
ક્ષણિક્તા પુરવાર કરતું અનુમાન
૧૮૧ છે, સવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણ નથી. પરંતુ બધાં નિવિકલ્પક પ્રત્યક્ષ પ્રમાણે નથી, જે નિવિકલ્પ પ્રત્યક્ષ સવિકલપક પ્રત્યક્ષને ઉત્પન્ન કરે તે જ પ્રમાણ છે. જે વસ્તુમાં ક્ષણિક્તા હોય તો તેને નિવિકલ્પ પ્રત્યક્ષ ગ્રહણ કરે અને તે નિવિકલ્પક પ્રત્યક્ષ ક્ષણિકતાનું સવિકલ્પક પ્રત્યક્ષ ઉત્પન્ન કરે જ. પરંતુ “આ ઘટ છે' આ રક્ત છે' આદિ વિક૯પે ઉ૫ન્ન થાય છે પરંતુ “આ ક્ષણિક છે' એવો વિકલ્પ ઉત્પન થતો નથી. આનો અર્થ એ કે નિવિકલપ પ્રત્યક્ષ ક્ષણિકતાને ગ્રહણ કરતું નથી, ક્ષણિકતા નિવિક૯પ પ્રત્યક્ષને વિષય નથી. ] અથવા અવિનાભૂત હેતુનું જ્ઞાન ઘટતું ન હોવાથી, અવિનાભાવાત્મક ( = વ્યાતિરૂ૫) વિક૯૫માં જેની સ્થિતિ છે તેવા અનુમાન વડે ગ્રહીત થવાને યોગ્ય ક્ષણિકતા નથી. વળી, સ્મરણ અને પ્રત્યભિજ્ઞા તે આૌર્યસાધક છે. આમ ક્ષહિકતાનો ઉપદેશ કેવળ વંચના છે.
60. उच्यते । प्रत्यक्षगम्यं क्षणिकत्वं भवति न भवतीत्येष करिष्यते विचारः । अनुमानं तु संप्रत्येवमभिधीयते-सत्त्वात् क्षणिकाः पदार्था इति । सत्त्वं तावदर्थक्रियाकारित्वमुच्यते । यथोक्तम्
'अर्थक्रियासमर्थ यत् तदेव परमार्थसत्' इति प्रमाणवार्तिक] ॥
सत्प्रत्ययगम्यत्वे हि सत्त्वे केशोण्डूकादेरपि सत्त्वप्रसङ्गः । सत्तासम्बन्धित्वे तु सत्त्वे सामान्यादीनां तदसम्बन्धादसत्त्वं स्यात् । अर्थक्रियासामर्थ्यसत्त्वानुवर्ती च लौकिको व्यवहारः । सत्यपि पुत्रो तत्कार्यादर्शनात् 'अपुत्रा वयम्' इति व्यपदिशन्ति लौकिकाः । पुत्रादन्यस्मिन्नपि तत्कार्यकारिणि सति सपुत्रा वयम्' इति च ब्रवते । तस्मादर्थक्रियाकारित्वमेव सत्त्वम् ।।
60. બૌદ્ધ– આને ઉત્તર અમે આપીએ છીએ. ક્ષણિકતા પ્રત્યક્ષને વિષય બને છે કે નહિ એને વિચાર પછી કરીશુ. ૫રંતુ અત્યારે તે ક્ષણિકતાને પુરવાર કરતુ અનુમાન અમે જણાવીએ છીએ – પદાર્થો ક્ષણિક છે કારણ કે તેઓ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વને અથ ક્રિયાકારિત્વ કહેવામાં આવે છે, જેમકે [ પ્રમાણુવાર્તિક ૧. ૩૨. માં] કહેવામાં આવ્યું છે–જે અર્થ ક્રિયા કરવા સમર્થ છે તે જ પરમાર્થ સત છે”. “છે એવા જ્ઞાનને જે વિષય તે સત એમ જે હોય તો કેશડૂક આદિ પણ સત બની જવાનો પ્રસંગ આવે. સત્તા સાથે સમવયસંબંધ જેને હવે તે સત્ એમ જે હોય તે સામાન્ય વગેરેને સત્તા સાથે સમવાયસંબંધ ન હોવાથી સામાન્ય વગેરે અસત બની જાય. વળી, “જેનામાં અથક્રિયા કરવાનું સામર્થ્ય હોય તે સત' એ વ્યાખ્યાને અનુસરીને લૌકિક વ્યવહાર થાય છે. પુત્ર હોવા છતાં પુત્રનું કાય ન દેખાવાથી ‘અમે અપુર છીએ' એમ લેકે કહે છે. પુત્રથી અન્ય બીજુ કે પુત્ર કાર્ય કરનારું હોય તે “અમે સપુર છીએ' એમ કહે છે તેથી અર્થક્રિયાકારિતા જ સત્ત્વ છે.
61. भवत्वेवं, तस्य तु कुत्र कथं वा क्षणिकत्वेन व्याप्तिग्रहणम् ? कुत्रोति यत् पृच्छसि, यत्र रोचते महाभागाय घटे पटे वा गृह्यतां व्याप्तिः । किं साध्यधर्मिण्येव व्याप्तिग्रहणमुपपद्यते ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org