________________
શરીરને પ્રતિક્ષણ ભેદ અને પાકપ્રક્રિયા
45. જયંત – તે વાત બરાબર નથી, સ્તંભ વગેરેમાં [પ્રતિક્ષણ ] નાનાત્વના કારણનું અગ્રહણ છે, જ્યારે અહીં રૂપ, પરિમાણ, સન્નિવેશ આદિનું અન્યત્વ દેખાતું હોઈ સાદયને કારણે જન્મતી બ્રાન્તિ જ આ પ્રત્યભિજ્ઞા છે. શિશુશરીરમાં, તરુણશરીરમાં અને વૃદ્ધશરીરમાં એકસરખાં જ પરિમાણ આદિ ઉપલબ્ધ થતાં નથી. પાકોત્પત્તિન્યાયે આહારના પરિણામ (change) ઉપરથી દેહભેદનું જ્ઞાન થાય છે. તેમ ન માને તો અર્થાત શરીરભેદ ન માને તે આહારની પરિણતિ ન થાય, દૂધ-દહીં વગેરે ખાવા છતાં પુષ્ટિ ન થાય. પ્રાફતન શરીરને વિનાશ ન માને તે, અપચય અસંભવ બને, પરિણામે આહાર ન લેવાથી શરીરમાં ઉત્પન્ન થતી રિક્તતા પણ ન થાય. કેટલાક અવય ક્ષીણ થતા હોઈ અને કેટલાક અભિનવ અવયવ ઉત્પન્ન થતા હોઈ અભિન્ન જ અવયવી ( તેને તે જ અવયવી) હા કેવી રીતે ઘટે? અને વળી આ જ રીતે કેટલાકે ( વૈશેષિક એ) પ્રાગવસ્થાથી વિસદશ રૂ૫ આદિ ધરાવનાર પમ્પમાન ઘટ વગેરેના નાશ અને ઉત્પાદ પાકના કારણભૂત વેગવાળા અનિદ્રવ્યના સંયોગની પર્યાલચના દ્વારા કલપ્યા છે. જો કે ભઠ્ઠીમાં પકવવા મૂકેલા. તૃણુ. પણ', વગેરેથી ઢંકાયેલા ઘટ વગેરે ભઠ્ઠીના છિદ્ર વાટે પ્રસરેલા નયનના કિરણે વડે વિનષ્ટ દેખાતા નથી, જે કે કાચા ઘટ આદિની સંખ્યા, તેમનું પરિમાણું, તેમને સન્નિવેશ અને તેમને દેશ પાકા ઘટ આદિમાં પણ દેખાય છે, જો કે ધટ વગેરે પર મૂકેલા તૃણ વગેરે પડી જતા દેખાતા નથી, અને જે કે ઘટોત્પત્તિનાં કારણે કુભાર વગેરે અહી સંભવતા ન હોઈ પનઃ ઘટની ઉત્પત્તિ જાણે કે થતી દેખાતી નથી, તેમ છતાં તે ધટ વગેરેને અનુમાનથી નાશ કલ્પવામાં આવ્યો છે. ધટના સર્વ અવયવોમાં અંદર અને બહાર પાકના લીધે પૂર્વ રૂપ આદિ ગુણોથી વિલક્ષણ ગુણે દેખાતા હોવાથી અગ્નિના અન્તઃપ્રવેશનું અનુમાન થાય છે, તે વેગવાળા અનિદ્રવ્ય દ્વારા નેદનથી કે અભિઘાતથી ઘટના આરંભક અવયમાં કિયા જમે છે. ક્રિયાથી વિભાગ થાય છે, વિભાગથી ઘટદ્રવ્યના આરંભક સંયોગને નાશ થાય છે. તેના નાશથી ઘટદ્રયને નાશ થાય છે. ઘટના સૂક્ષ્મ છિદ્રોની કલ્પના કરી તે બ્રિો દ્વારા તેજસ પરમાણુઓ અવિનષ્ટ ઘટના છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે એવું જ્યાં માનવામાં આવ્યું છે તે યાચિકેના પિરપાવાદમાં પણ અવશ્યપણે અવયવસંગનું વિઘટન અર્થાત્ ધટનાશ છે જ. વળી, પાક પછી ભઠ્ઠીમાંથી બહાર કઢાતા ઘટ વગેરેમાંથી કેટલાક કુટી ગયેલા. કેટલાક વાંકા થઈ ગયેલા, કેટલાક અન્ય સન્નિવેશને પામેલા દેખાય છે. તે ઉપરથી પણ આપણે જોઈએ છીએ કે ઘર આદિ નાશ પામે છે. તેની તે જ સંખ્યા વગેરે જે યાયિકે કહ્યું છે તે અનેકાન્તિક છે કારણ કે સોયની અણીથી વીંધાયેલા કંઠ, કેણ ધરાવતા સ્ટ વગેરેની સંખ્યા વગેરે તેના તે જ હોવા છતાં તે ઘટ વગેરે તેના તે જ નથી એમ યાયિકએ સ્વીકારેલ છે. તેથી પૂર્વોક્ત રીતે નષ્ટ ધટાદિ કાયદ્રમાં પરમાણુઓ જ પાકે છે. પાકેલા પરમાણુઓ શ્યામ આદિ ગુણે છોડી બીજા રક્ત આદિ ગુણેને યમ પામે છે. અને પ્રાણીગત સુખ-દુ:ખના ઉપભેગના સાધનભૂત અદષ્ટથી પ્રેરાયેલા તે પરમાણુઓ પરસ્પર સંગ પામી દયકાદિ ક્રમે તેવા જ ઘટ આદિ કાયને ઉત્પન્ન કરે છે. તેમાં અમુક ક્ષણે અમક કાર્ય ઉત્પન્ન થાય છે અને અમુક કાર્યોને નાશ થાય છે એમ પ્રક્રિયા લખતા નથી, કારણ કે તેમ કરતાં ગ્રંથનો વિસ્તાર વધી જવાને ભય છે અને વળી તેમ કરવાનું પ્રયોજન પણ નથી. સૂર્યના તાપથી પાકતા આમ્ર વગેરે ફળમાં આ જ ન્યાય છે. શરીરમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org