________________
ફૂલપ્રવત કત્વવાદી અને નિયેાગવાક્યાથવાદી વચ્ચે વિવાદ
सम्पादनद्वारकं तु तत् । तस्मात् स्वप्रीतिरेव प्रवर्तिका । प्रयोक्त्राशयस्य च प्रवर्तकत्वे वेदार्थप्रयोक्त्राशयानवधारणादप्रवृत्तिरेव प्राप्नोति । तस्मात् फलमेव प्रवर्तकम् ।
292. કેટલાક કહે છે કે, પ્રયોક્તાના આશય (=ઇચ્છા પ્રવતક છે, કારણ કે જેની આરાધના કરવાથી કંઈ મળતું નથી એવા પુરુષના વચનથી કોઈ પ્રવૃત્તિ કરતા દેખાતા નથી. જેની આરાધના કરવાથી પોતાનું કાર્ય પાર પડે એવા તે પુરુષ કંઈ ખેલતા પણ ન હોય તા પણ તેનાં ભ્રભંગ વગેરે ઉપરથી તેને આશય (=ઇચ્છા) જાણી માણસ તેના આશયને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે.
આ મત પણ યોગ્ય નથી, કારણ કે પ્રયોકતાના આશયનું ભ્રભંગ વગેરે ઉપરથી અનુમાન કરી પેાતાના સ્વા` સાધવાની સભાવના હોય તે જ પ્રયોતાના આશયને અનુરૂપ પ્રવૃત્તિ માણસ કરે છે, ‘પ્રયોકતાને જ સુખ થા' એમ વિચારી માણુસ પ્રયોકતાના આશયને અનુરૂપ પ્રવૃત્તિ કરતા નથી. યોકતાનું સુખ પોતના સુખને હેતુ છે માટે તેને માણસ ઇચ્છે છે, કેવળ પ્રયોકતાના સુખને ખાતર જ પ્રયોકતાના સુખને માણસ ઇચ્છતા નથી. સકલ પ્રાણીઓના હિતની જેણે પ્રતિજ્ઞા કરી છે તે મુદ્દે પણ સ્વાથને ખાતર પરા તે સાધે છે; પરાના સપાદન દ્વારા સ્વાતું સંપાદન થાય છે, તેથી પેાતાનુ સુખ જ પ્રવત ક છે. પ્રયોતાના આશય (=ઇચ્છા) પ્રવર્તીક હોય તો વેદારૂપ પ્રયોતાના આશયને નિશ્ચય થતા ન હોવાથી અપ્રવ્રુત્તિ જ પ્રાપ્ત થાય. વૈદ્રાČરૂષ પ્રયોકતા નિત્ય હોય તે તેના આશય હૈાય જ નહિ, પરિણામે આશયના અનિશ્ચય પ્રાપ્ત થાય, વેદા રૂપ પ્રયોકતા અનિત્ય હૈાય તે જ્યોતિામ આદિ ક લોક કરે' એ પ્રકારના તેને આશય હાય પરંતુ લાકા જ્યોતિટોમ આદિ ક` ન કરે તેા વેદની આજ્ઞાનો ભંગ થવાથી વેદ સ્વામીની જેમ કેપે છે એવા નિશ્ચય થતા નથી.] તેથી, ફળ જ પ્રવક છે.
૩૦૧
293. यंत् पुनः फलस्य प्रेरकत्वे दूषणमभ्यधायि सिद्धासिद्धविकल्पानुपपत्तेरिति तदप्ययुक्तम्, इच्छाविषयीकृतस्य प्रवर्तकत्वाभ्युपगमात् । असिद्धे कथं कामनेति चेत्, असिद्धत्वादेव । इदानीं च तदसिद्धं, नैकान्तासिद्धस्वरूपमेव खपुष्पवत् ।
सुखे दुःखनिवृत्तौ वा पुंसां भवति कामना | न पुनव्यमपुष्पादि कश्चित् कामयते नरः ॥
Jain Education International
293. વળી, ફળ પ્રેરક છે એ મતમાં ‘આ મત અયોગ્ય છે, કારણ કે સિદ્ધ ફળ કે અસિદ્ધ ફળ એ એય વિકલ્પે ઘટતા ની' એવું જે દૂષણુ તમે જણાવ્યું તે બરાબર નથી, કારણ કે ઇચ્છાનેા વિષય બનેલા ફ્ળને પ્રવતક તરીકે અમે સ્વીકાર્યું છે.
નિયોગવાકયા વાદી-- અસિદ્ધુની ઈચ્છા કેમ થાય?
ફલપ્રવતકવાદી અસિદ્ધ હોવાને કારણે જ. અત્યારે તે અસિદ્ધ છે, જેમ આકાશકુસુમ એકાન્તપણે અસિદ્ધ સ્વરૂપવાળુ છે તેમ તે એકાન્તપણે અસિદ્ધ સ્વરૂપવાળુ નથી, સુખ પ્રાપ્ત કરવાની અને દુઃખ દૂર કરવાની પુરુષોને ઇચ્છા હોય છે, પર`તુ. આકાશકુસુમને કાઈ પુરુષ ઇચ્છતા નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org