SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ કમ'ના ત્રણ પ્રકાશ [ઉપર જણાવેલા ત્રણેય ગ્રંથમાં અનુક્રમે નિર્દિષ્ટ અદૃષ્ટજન્મવેદનીય, ઉપપદ્મવેદનીય–અપરપર્યાયવૈદનીય અને પરલેકવેદનીય કમ સાથે સરખાવે.] (૩) કેટલાંક કર્યાં જેમનું ફળ કયારે— આ જન્મમાં કે જન્માન્તરમાં–મળશે એ નિયત નથી. આ પ્રમાણે કલ્પના છે. તેમાં કારીરી આદિ કર્મોનું ફળ આ જન્મમાં જ મળે છે. સકળ લેકને સતાપ કરનારો મહાન દુકાળ શરૂ થયેા હેાય ત્યારે કારીરીયન કરવામાં આવે છે. વૃષ્ટિરૂપ તેનું ફળ સ્વભાવથી જ સવલાકસાધારણ છે, તરત જ વૃષ્ટિ થાય એ ઇચ્છનીય હોઈ વૃષ્ટિ તરત જ થાય એ યોગ્ય છે. તેવાં જ વચને વેદમાં દેખાય છે—જો વરસાદ આવે તે તેટલાથી જ [અર્થાત્ વરસાદથી જ યજ્ઞની સમાપ્તિ થાય. જો વરસાદ ન આવે તે બીજા દિવસે આહુતિ આપવી.' યે તિષ્ટમ વગેરે કમ જન્માન્તરમાં ફળ આપે છે કારણ કે તેમના ફળના સ્વભાવને મહિમા જ એવા છે કે તેમનું ફળ પરલોકમાં જ થાય. સ્વ' એ અનુપમ સુખ છે કાં તે આવા સુખાવાળુ સ્થાન છે. આ દેહુથી સ્વગના એમાંથી કોઈ પણ રૂપને ભાગવવુ શકય નથી. ચિત્રા વગેરે યજ્ઞકનું ફળ અનિયતકાલીન છે, કારણ કે તેમનાં ફળ પશુ વગેરે ઇહલેાકમાં કે પરલેાકમાં સંભવે છે. આને અવશ્ય પણે આમ સમજવું જોઈએ. તે આ પ્રમાણે—જેમણે ચિત્રાયજ્ઞ કર્યાં નથી તેમની પાસે પણુ આ જન્મમાં પશુએ દેખાય છે. સેવા, ભેટ, વગેરે દેખાતાં કારા જ તેમનાં કારણે છે એમ કહેતાં તેમના નિમિત્તકારરૂપ પ્રાચીન કની હાનિ થાય અને પરિણામે ચાર્વાંકમતમાં પ્રવેશની આપત્તિ આવી પડે. પશુ વગેરેનું નિમિત્તકારણ ક` હેય તા યું કર્યાં તેમનું નિમિત્તકારણ છે જે તેમને ઉત્પન્ન કરે છે એ જણાવવું જોઇ એ, કારણ કે બ્રહ્મવસ્ વગેરે જેમનું ફળ છે એ કર્મોંમાંથી પશુ ઉત્પન્ન થતાં નથી. અને જેનું ફળ પશુઓ છે તે ચિત્રાકમ`તે તે તેમણે આ જન્મમાં કર્યું જ નથી. પૂર્વજન્મમાં કરેલ ચિત્રાકમે તે! તે જ જન્મમાં તેનું ફ્ળ આપી દીધું છે કારણ કે ચિત્રાકને હલેકમાં (આ જન્મમાં) જ ફળ આપતું તમે સ્વીકાયુ`` છે. તો પછી તેમને પશુસંપત્તિ કયાંથી ? 188. ननु गौतमवचनप्रामाण्यात् पूर्वकृतमुक्तशिष्टज्योतिष्टोमादिकर्मनिमित्तकः स पशुलाभो भविष्यति । यथोक्तम् 'वर्णा आश्रमाश्च स्वकर्मनिष्ठाः प्रेत्य कर्मफलमनुभूय पतन्तः ततश्शेषेण विशिष्ट देशश्रुतवृत्तवित्तादियुक्तं जन्म प्रतिपद्यन्ते' [गौ० घ० सू० ૨૨.૨૨] કૃતિ ! 188. કોઈ કહે છે -[ગૌતમધમ સૂત્રના કર્તા] ગૌતમનું વચન આમાં પ્રમાણ હાઈ, પહેલાં કરેલાં જ્યોતિષ્ટામ વગેરે કર્માને [પછીના જન્મમાં] ભાગવ્યા પછી બાકી રહેલાં તે કરૂપ નિમિત્તકારણથી તે પશુપ્રાપ્તિ [જન્માન્તરમાં] થશે; જેમકે ગૌતમધમસૂત્રમાં કહ્યુ છે, “વર્ણો અને આશ્રમેામાં રહેલા પોતપાતાના વર્ષોં-આશ્રમને અનુરૂપ કર્માં નિષ્ઠાપૂર્વક કરે છે, તેએ મરીને પેાતાનાં કર્મોનાં ફ્ળ ભાગવીને પૃથ્વી પર પાછા અવતરતાં તે કર્મોંમાંથી ખાકીરહેલાં કર્મોને કારણે વિશિષ્ટ દેશ, શ્રુત, આચાર વગેરેથી યુક્ત એવેા જન્મ પામે છે” 189, નૈતચયાશ્રુતં વોટ્યું યુતમ્ नान्यफलकं कर्म दातुमीष्टे फलान्तरम् । साध्यसाधनभावो हि नियतः फलकर्मणाम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy