________________
વિપરીત ખ્યાતિને નિરાસ
શો છે ? સ્મરણ પણ જ્ઞાન જ છે. તેથી તે પણ કેવી રીતે અસત્ (= અતીત) અને પિતાને વિષય બનાવે ? જે કહે કે અર્થ જન્ય હેવું એ સ્મૃતિનું સ્વરૂપ નથી તે ભલે એમ છે. જ્ઞાનવસામાન્યને કારણે અહીં સ્મૃતિમાં પણ “જ્ઞાન” શબ્દને પ્રયોગ કરવામાં આવે છે એમ પણ અમે કહેતા નથી. જે સ્મૃતિ અર્થજન્ય નથી તે પેલા (અતીત) અર્થને અહીં ઇન્દ્રિયના સંપર્કમાં કેવી રીતે લાવી શકે ?, કારણ કે તે સ્મૃતિ તે અર્થને સ્પર્શતી પણ નથી. તેથી, ઈન્દ્રિયના સંર્પકમાં જે નથી એવી રજતને પિતાને વિષય બનાવનાર વિપરીત ખ્યાતિની અસખ્યાતિથી કઈ વિશેષતા જ રહેતી નથી.
91. अथ स्थगितनिजवपुरुपग्रहीतरजतरूपा शुक्तिकाऽत्र प्रकाशते इति नेयमसख्यातिरुच्यते, तदिदमपूर्वं किमपि नाटकमियमस्मि कृत्या सीता संवृत्तेति । तथाहि किमत्र शुक्तिरिति प्रतीतिरुत रजतमिति ? शुक्तिकाप्रतीतौ तु शुक्तौ शुक्तिरेव प्रतीयते, न रजतमिति भ्रमार्थः कः ? रजतप्रतीतौ तु शुक्तिरसावित्यत्र किं प्रमाणम् ? बाधकप्रत्ययादेवमधिगतम् इति चेन्मैवम् , नहि ज्ञानान्तरेणास्याः प्रतीतेविषयो व्यवस्थापयितुं युक्तः । बाधकेन हि ज्ञानेन पूर्वज्ञानगृहीतस्य वस्तुनोऽसत्त्वं नाम ख्याप्यतां, न तु तस्य विषयो निरूप्यते । अनर्थित्वाद्वा कदाचिदप्रवृत्तस्य पुंसो बाधकानुत्पत्तौ वा कोऽस्याः प्रतीतेविषयं व्यवस्थापयिष्यति । तस्माद्यदेवास्यां चकास्ति तदेव रजतमस्था विषय इति युक्तं वक्तुम्, शुक्तिस्तु निगूहितनिजवपुरिति दुर्विदग्धवाचोयुक्तिरियम् ।
91. ભાદ મીમાંસક–પિતાના સ્વરૂપને ઢાંકી રજતરૂપ ધારણ કરનાર શુક્તિ અહીં દેખાય છે, એટલે આ અસખ્યાતિ નથી એમ અમે કહીએ છીએ.
પ્રાભાકર મીમાંસક –કૃત્યારાવણ' નાટકમાં રાવણને વધ કરવા જાતવેદસે પિતાનું સ્વરૂ૫ ઢાંકી “આ હું કૃત્યા (= નકલી) સીતા બની ગયે” એમ કહી સીતાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું એમ આ પણ કેઈ અપૂર્વ અકળ નાટક જ લાગે છે. શું અહીં “શુક્તિછે એવું જ્ઞાન થાય છે કે “રજત છે એવું ? જે શુક્તિનું જ્ઞાન માનવામાં આવે તે શુક્તિમાં મુક્તિનું જ્ઞાન થાય છે, રજતનું જ્ઞાન થતું નથી માટે ભ્રમને અર્થ જ કયાં રહ્યો ? જે રજતનું જ્ઞાન માનવામાં આવે તે “આ શક્તિ છે એ બાબતમાં શું પ્રમાણુ ? બાધક જ્ઞાનથી જ એમ જણાય છે એમ જે કહેવામાં આવે તો અમે કહીએ છીએ કે ના, એમ નથી. બીજું જ્ઞાન “આ જ્ઞાનને વિષય આ છે' એ દર્શાવવાને યોગ્ય નથી. બહુ બહુ તો બાધક જ્ઞાન પૂર્વજ્ઞાને ગ્રહણ કરેલ વસ્તુનું અસત્ત્વ જણાવે છે, પૂર્વજ્ઞાનને વિષય શો છે એ તે જણાવતું નથી. અર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોવાથી કદીક પુરુષ પ્રવૃત્તિ ન કરે તે બાધક જ્ઞાનની ઉત્પતિ જ ન થાય અને બાધક જ્ઞાનની ઉત્પત્તિના અભાવમાં આ નાનને વિષય કર્યો છે એ કેણુ બતાવશે ? માટે, આ જ્ઞાનમાં જે પ્રતીત થાય છે તે રજત જ તેનો વિષય છે એમ કહેવું યોગ્ય છે. પિતાનું સ્વરૂપ છૂપાવનાર શુક્તિ આ જ્ઞાનને વિષય છે એ મત તો વિકૃત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org