________________
તતીય પરિચ્છદ : પાર્થનુમાન
૨૫૫
એવો પદાર્થ કયો એ અંગે મતભેદ હોઈ શકે, પણ વિભિન્ન વાદીઓ આવા પદાર્થના અસ્તિત્વને તે બૂથશે જ; દા.ત. વેદાંતીઓ બ્રહ્મને આવો પદાર્થ લેખશે.
5 : દષ્ટ કે કલ્પિત રૂ૫ અન્યત્ર અસત પ્રતીત થતું હોય છે. એ વિધાનમાં “પિત” એટલે કલ્પનાથી માનેલ.
આ ખંડમાં નિરવને ઉલ્લેખ અન્ય વાદીના અનુરોધથી કરાયેલે જણાય છે. વોષિકદિ–મતે આકાણાદિ નિત્ય છે. તેમની નિત્યતા અનુમેય કે આગમસિહ છે; પ્રત્યક્ષસિદ્ધ નહિ. આમ પિશાચની જેમ નિત્ય પદાર્થ પણ આગમસિહ હાઈ ક૯૫નાજ્ઞાત (= પિત) પદાર્થ છે, ને તે પણ પિશાચની જેમ નિયતાકાર છે; કારણ કે સર્વ પદાર્થ નિત્ય નથી,
6, 7 : આ આખી ચર્ચાની પાર્શ્વભૂમાં બૌદ્ધ અપવાદ જણાય છે, એ મુજબ કોઈ પણ પદાર્થનો ખ્યાલ અનેક ભાવોની વ્યાવૃત્તિથી જ બનેલું હોય છે. વૈશ્વિકના જાતિવાદની સામે આ અપવાદ ખડો છે. બૌહો જાતિ૫ સ્વતંત્ર ભાવાત્મક પદાર્થ સ્વીકારતા નથી. એ જાતિ એટલે બૌહમતે અનેક વિસદશ ભાવને અભાવ. વસ્તુ તત્ત્વત: અનભિલાય છે. પરંતુ જ્ઞાતા ઉપસ્થિત પદાથને પૂર્વગૃહીત પદાર્થો વચ્ચે મૂકીને અન્ય વ્યાવૃત્તિથી તેનું આકલન કરે છે. આવા આકલન પાછળ જ્ઞાતાની “વાસના ' પણ કારણભૂત હોય છે.
આ બંને ખંડોમાં આ પ્રકારના વિધની કલ્પનાની સાર્થકતા સમજાવાઈ છે. કોઈ પણ પદાર્થના લક્ષણસ્થાપનના ઉદ્દેશ્યથી આ પ્રકારના વિરોધની કલ્પના ઉદય પામે છે. કોઈ પણ પદાર્થની વિભાવના રૈલોક્યના અન્ય સર્વ પદાર્થની વ્યાવૃત્તિ પર આધારિત છે. એ વ્યાવૃત્તિ દશ્યાનુપલબ્ધિથી સિદ્ધ થાય છે. એ ન્યાયે દશ્ય પદાર્થ વિષે અદશ્ય પદાર્થની વ્યાવૃત્તિ પણ દસ્યાનુપલબ્ધિથી સિદ્ધ થાય છે; તે આમઃ જે અન્ય અદશ્ય પદાર્થ પ્રસ્તુત દશ્ય પદાર્થથી અભિન્ન હોત તો પ્રસ્તુત પદાથ* દશ્ય તરીકે અનુભવાત નહિ. પરંતુ તે તે દશ્ય તરીકે અનુભવાય છે. માટે તે પેલા અદશ્ય પદાર્થથી ભિન્ન છે.
સૂત્ર ૭૬ :
2 : વકતૃત્વના પરિવારથી સર્વજ્ઞત્વ હોય તે પણ શું કાષ્ઠાદિને સવા કહેવાને પ્રસંગ આવે? અથવા તેથી ઊલટી સ્થિતિમાં શું કાષ્ઠાદિને વકતા કહેવા પ્રસંગ અ ને ? ધર્મોત્તરની વાત સ્વીકાર્ય જણાતી નથી, બે ભા સમાન રીતે એક ત્રીજા ભાવના પરિહારથી અવસ્થિત હોય તેટલા–માત્રથી સમાન કહી શકાય નહિ. નીલ અને પીત એ બંને રક્તના પરિવારથી અવસ્થિત હોવા છતાં પસ્પર અભિન સિદ્ધ થતાં નથી. ધર્મોત્તરની આ રજૂઆતમાં કશી ગફલત જણાય છે. કોઈ પણ વસ્તુ પિતાના અભાવના અવ્યભિવ્યારી અનેક ભાવોના પરિહારથી સ્થિતરૂપ હોય છે, માત્ર એકાદ ભાવના પરિહારથી નહિ. એટલે જ્યાં સુધી બે વસ્તુના બધા પરિહાર્ય ભાવો સરખા ન હોય ત્યાં સુધી તેમને સમ માનવાનું આવી પડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org