________________
બીજી ]
આયાર ગત-પ્રત્યાગત સૂત્ર–શીલાંકરિએ આયાર(સુ. ૧૧૯)ની ટીકા (પત્ર ૧૬૯ અ )માં આ નામ વાપર્યું છે. આ એક અલંકારનું પણ નામ છે. આયારમાં અનેક ગત–પ્રત્યાગત સુવે છે એ એની એક વિશિષ્ટતા છે. આવાં સૂત્ર તરીકે સુ. ૨૩, ૩૨, ૩૩, ૪૧, ૫૭, ૬૩, ૯૪, ૧૦૨, ૧૧૦, ૧૧૯, ૧૨૩ અને ૧૩૧નો મેં H C . J(પૃ. ૨૧૬-૧૭)માં નિર્દેશ કર્યો છે. ૧૨૩મા સુત્તને અર્થ એ છે કે જે એક જાણે છે તે સર્વ જાણે છે અને જે સર્વ જાણે છે તે એક જાણે છે. ધર્મોનું મિલન(પૃ. ૨૭)માં કહ્યું છે કે “ટેનું એક પ્રસિદ્ધ વચન છે. જે માણસ એક જ ભાષા જાણે છે તે એકે ભાષા જાણતો નથી”. “મહાવીરસ્વામીને આચારધર્મ”નાં પૃ. ૫, ૧૩, ૧૯, ૨૯ ઈત્યાદિમાં ગત-પ્રત્યાગત સૂત્રને ગુજરાતીમાં અનુવાદ છે.
રચના અને સ્થાપના–જિનદાસગણિ નંદીચુણિણું( પત્ર ૫૬ આ)માં “પુથ્વગત” કહેવાનું કારણ જણાવતાં કહે છે કે તીર્થકર તીર્થનું પ્રવર્તન કરતી વેળાએ ગણધરને પુવૅગતનાં સુતોનો અર્થ સર્વ સુતોને આધાર હોવાથી સૌથી પ્રથમ કહે છે; વાસ્તે એને “પુષ્ય” કહ્યું છે. વિશેષમાં ગણુધરે સત્તની રચના કરતી વેળા આયારાદિની રચના કરે છે અને એ ક્રમે એની સ્થાપના કરે છે. અન્ય આચાર્યોના મતે તે તીર્થંકર પુર્ધ્વગતનાં સુત્તને અર્થ સૌથી પ્રથમ કહે છે અને ગણધર પણું સૌથી પ્રથમ પુદ્ગગત રચે છે અને પછી આયાર વગેરે. આયાનિજજત્તિમાંની સહિં માયાવાળી (આઠમી ગાથા સાથે આથી વિરોધ આવે છે એમ કોઈ પ્રશ્ન કરે તે તેને ઉત્તર એઓ એ આપે છે કે આ સ્થાપનાને અંગેની વાત છે. અને આ તે અક્ષરની રચનાને આશ્રીને કહેવાયું છે. હરિભદ્રસૂરિકૃત નંદીની ટીકા(પત્ર ૧૦૭)માં યુણિણના જ શબ્દોમાં પાઇયમાં આ જ હકીકત કહેવાઈ છે. વિશેષમાં મલયગિરિસૂરિએ રચેલી નંદીની વૃત્તિ(પત્ર ૨૪૦ આ)માં પણ આ જ હકીક્ત છે, જો કે એ સંસ્કૃતમાં કહેવાઈ છે.
આયારની યુણિ(પત્ર ૩)માં એ મતલબને પાઈયમાં ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org