________________
આગનું દિગ્દર્શન
[ પ્રકરણ ઋષિએ આ આગમને હિન્દી અનુવાદ કર્યો છે. ચન્દન-જૈન ગ્રન્થમાંના દ્વિતીય પુષ્પ તરીકે આ આગમ છાયા, હિન્દીમાં ટીકા અને ટિપ્પણરૂપ પ્રથમ પરિશિષ્ટ અને નંદી સાથે અન્ય શાસ્ત્રના પાઠેનાં સામ્યરૂપ ત્રીજા પરિશિષ્ટ. નંદીના શબ્દકેશ ઈત્યાદિ સહિત સતારાથી ઇ. સ. ૧૯૪૨માં પ્રકાશિત થયેલ છે. હિન્દી ટીકાદિના કર્તા હસ્તિમલ્લ છે. આ આવૃત્તિમાં શરૂઆતમાં પચાસ ગાથા છે. આવશ્યકનિયુક્તિદીપિકામાં પ્રારમ્ભમાં આ ૫૦ ગાથાની વ્યાખ્યા માણિજ્યશેખરસૂરિએ આપી છે. નંદી વગેરેના વિયાનુક્રમ ઇત્યાદિ આ૦ સમિતિ તરફથી છપાયેલ છે. જુઓ પૃ. ૨૪.
મિથ્યાશ્રત ને અજૈન ગ્રન્થ-નંદી(સુ. ૪૧)માં “સમ્યફશ્રત ” સમજાવતાં કહ્યું છે કે અરિહંતોએ પ્રરૂપેલું દ્વાદશાંગરૂપ ગણિપિટક સમ્યફ-શ્રત” છે. એ ચૌદપૂર્વીઓને તેમજ અભિન્નદશપૂર્વીને પણ સમ્ય–શ્રત ” છે, જ્યારે એમના કરતાં ઓછા જ્ઞાનીઓને માટે ભજના છે. ૪૨મા સુત્તમાં મિથ્યા-કૃતનું સ્વરૂપ સમજાવાયું છે. એમ કરતી વેળા ભારત( મહાભારત), રામાયણ, ભીમાસુરુફખ, પકૌટિલ્ય(અર્થશાસ્ત્ર)
૧ એમાંની ૧૮, ૧૯, ૩૧, ૩૨, ૪૮ ને ૪૯ એ ક્રમાંકવાળી ગાથાઓ ઉપર ચુણિમાં, હારિભદ્રીય ટીકામાં કે મલયગિરિસૂરિકૃત ટીકામાં વિવરણ નથી. ૨ આ પૈકી જેમની શ્રદ્ધા સમ્યફ ચાને યથાર્થ હોય તેમને માટે ગણિપિટક સમ્યફ-શ્રત છે, જ્યારે વિપરીત શ્રદ્ધાવાળાઓ માટે તે એ મિથ્યા-શ્રત છે. નિશ્ચયદષ્ટિ પ્રમાણે આગમની વ્યાખ્યામાં શ્રોતાનું–ગ્રાહકનું પ્રાધાન્ય છે, જ્યારે વ્યવહાર– દૃષ્ટિ પ્રમાણે વક્તાનું પ્રાધાન્ય છે. આથી કરીને નિશ્ચય-દષ્ટિથી જૈન આગમ પણ એને દુરુપયોગ કરનારની અપેક્ષાએ તો મિથ્યા-શ્રત છે. ૩ આનું પ્રાચીન નામ
જય છે. ૪ સૂયગડયુક્ષિણ (પત્ર ૨૦૮)માં “કડિલગ”ની સાથે આજે પણ ઉલ્લેખ છે. આ વવહાર ( ઉ. ૧)ના ભાસ (પત્ર ૧૩૨)માં કડિગ્ન( કૌડિન્ય)ની દંડનીતિ, માઢરના (નીતિશાસ્ત્ર) અને ભંભીની સાથે નોંધાયેલા “આસુખ ”નું
સ્મરણ કરાવે છે. ગેમ્પસાર( જીવકાંડ, ગા. ૩૦૪)માં આભીય અને આસુખનો અને મૂલાયાર(પ, ૬૦)માં “આસુરખને ઉલ્લેખ છે. આ ઉપરથી એમ કલ્પના ફુરે છે કે ભીમાસુરુખ એ ભીમ અને આસુખ એમ બે ગ્રન્થને વાચક હોય અથવા તો ભીમનું આસુખ એવો એનો અર્થ હોય. લલિતવિસ્તર(પૃ. ૧૫૬)માં આમ્ભીર્ય અને આસુર્યને ઉલેખ છે. ૫ આને જ ચુધવંસ ( ૬૪, ૩ )માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org