SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ અહી ચન્દ્ર વિષે પણ કેટલીક હકીકત અપાઈ છે એથી HIL (Vol. I[, p. 407)માં કહ્યું છે કે મૂળ ચંદપન્નતિનું સૂરપન્નત્તિ તરીકે રૂપાન્તર થયું હોય એમ મેટે ભાગે લાગે છે. ત્રીજા સુત્તમાં પાંચ ગાથારૂપે ઉપર્યુક્ત વિષયોને લગતા પ્રશ્નો અપાયા છે. ૧૯મા પાહુડમાં જેન તેમજ બાર પ્રકારની અજૈન માન્યતા મુજબની સૂર્ય અને ચન્દ્રની સંખ્યાને ઉલ્લેખ છે. જેમકે કેટલાક અજેને એક સૂર્ય અને એક ચન્દ્ર માને છે. કેટલાક ત્રણ ત્રણ, કેટલાક સાડાત્રણ સાડાત્રણ, કેટલાક સાત સાત, કેટલાક દસ દસ, કેટલાક બાર બાર, કેટલાક બેંતાલીસ બેંતાલીસ, કેટલાક તેર તેર, કેટલાક ૧૪ર ૧૪૨, કેટલાક ૧૭૨ ૧૭૨, કેટલાક ૧૦૪ર ૧૦૪૨, અને કેટલાક ૧૦૭૨ ૧૦૭૨. જેને માન્યતા પ્રમાણે જંબુદ્ધીપમાં બે સૂર્ય, બે ચન્દ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭૨ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ કે ડાકડી તારાઓ છે. લવણ સમુદ્રમાં આથી બમણ સૂર્ય વગેરે છે. ધાતકી ખડમાં બાર સૂર્ય ઈત્યાદિ છે. વીસમા પાહુડ (સુત્ત ૧૦૭)માં ૮૮ ગ્રહનાં નામ છે, અને એ નામોને અંગે નવ સંગહણી–ગાહા પણ અપાઈ છે. વિવરણ-સુરપણુત્તિ ઉપર ભદ્રબાહુવામીએ નિજજુત્તિ રચી હતી. એ આના ઉપર ટીકા રચતાં મલયગિરિસૂરિ કહે છે કે કલિ કાળના દોષથી નષ્ટ થઈ છે એટલે હું ફક્ત સૂત્રની વ્યાખ્યા કરું છું. આ૦ સમિતિ તરફથી આ વ્યાખ્યા મૂળ સહિત છપાઈ છે. એના પ્રારમ્ભમાં પ્રાભૂત તેમજ પ્રાભૃતપ્રાભૃતનો સંસ્કૃતમાં વિષયાનુક્રમ અપાય છે. ડૉ. આર. શામ શાસ્ત્રીએ આ ઉવંગને સંક્ષેપમાં અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. એનું નામ A Brief Translation of Mahavira's “ Suryaprag. napti” or “The Knowledge of the Sun” રખાયું છે. એ Vol. XVI, No. 8 અને Vol XVIII, No. 1, 2, 3, 4માં એમ પાંચ કટકે છપાયો છે. વેબરને જર્મન નિબન્ધ über die Suryaprajapati ઈ. સ. ૧૮૬૮માં પ્રસિદ્ધ થયેલ હતું. ૧ આનાં સંસ્કૃત નામ મેં “ભક્તામરસ્તોત્રની પાદપૂતિકરૂપ કાવ્યસંગ્રહને દ્વિતીય વિભાગ”ના સ્પષ્ટીકરણ (પૃ.૬૧-૬૨)માં આપ્યાં છે. ૨ જુઓ પૃ. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy