________________
૭૨૫
પૃથ્વીકાયિકાદિ છે અને ત્રણ સમયની વિગ્રહગતિ સમજવી. એમ અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું.
ગૌ૦ –હે ભગવન ! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકા જીવ અધલકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં મરણસમુઘાત. કરી, ઊર્ધ્વ લોકની ત્રસનાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાપણે ઉત્પન્ન થવાને ગ્યા છે, તે કેટલા સમયની વિગ્રહગતિ ઉત્પન્ન થાય ?
મં–હે ગૌતમ ! ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જે એક પ્રતરમાં સમશ્રેણીમાં ઉત્પન્ન થાય છે, તે ત્રણ સમયની વિગ્રહગતિથી થાય છે, અને જે વિશ્રેણમાં ઉત્પન્ન થાય છે, તે ચાર સમયની વિગ્રહગતિથી થાય છે. તે જ જીવ જે સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાનો હોય તો બે કે ત્રણ સમયની વિગ્રહગતિ કહેવી. અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક સમયક્ષેત્રમાં મરણ મુદ્દઘાત કરી, ઊર્ધ્વકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનો હોય તે બે, ત્રણ કે ચાર સમય કહેવા.' - તે જ જીવ જે સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાનું હોય, તે એક, બે કે ત્રણ સમય કહેવા.
- અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લેકના પૂર્વચરમાંતમાં ભરણસમુઘાત કરી લેકના પૂર્વચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાનું હોય, તો એક, બે, ત્રણ કે ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જે ઋગ્વાયત શ્રેણીથી ઉત્પન્ન થાય, તો એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય; એક તરફ વક્ર શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org