________________
શાભાગલતી સાર ૮ માસે સુષમદુષમા આરાને અંત આવ્યો. પછીના (થા) દુષમસુષમા આરામાં વસ્તુસ્થિતિ બગડી ગઈ, અને તેમાં બાકીના બધા શલાકા પુરુષો થયા. છેલ્લા તીર્થકર મહાવીરના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮ માસે દુઃષમસુષમાને અંત આવ્યો. આપણે હાલ ૨૧૦૦૦ વર્ષ ચાલનાર દુષમા નામના પાંચમા આરામાં છીએ. તેમાં બધું અશુભ જ છે. જગતમાં ધર્મમાત્રને દેખાડનાર કોઈ તીર્થકર આ. આરામાં નથી; તથા લેકને પ્રબળ હાથે વ્યવસ્થામાં રાખી શકે તેવા ચક્રવતી આદિ પણ થનાર નથી. મહાવીર પછી ૬૪ વર્ષે ત્રીજા આચાર્ય જબુસ્વામીના નિર્વાણ પછી તો પરમાવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવલજ્ઞાન અને નિર્વાણ પણ લુપ્ત થઈ ગયાં. તે બધાં માટે જે દેવી શક્તિઓ જોઈએ તે હવે અપ્રાપ્ય થઈ ગઈ છે. મહાવીરે પ્રવર્તાવેલે જિનકલ્પોનો કડક આચાર પણ તે પછી બંધ થયો છે. છેલ્લા દુષભદુઃષમા આરામાં કેવી સ્થિતિ થશે, તે આગળ આ ગ્રંથમાં (પા. ૫૬૩) આવી છે. ત્યાર પછી ઉત્સર્પિણી શરૂ થશે અને બધી સ્થિતિ ધીરેધીરે શુભ થતી જશે.
–શતક ૫, ઉદ્દે પ ૧. ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવતી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ એમ કુલ ૬૩ શલાકા પુરુ -માપવાના ગજ જેવા – ધડે લેવા લાયક પુરુષે કહેવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org