________________
કેટલા મત છે? છે. પરંતુ તે ઉપરથી તેમની ચેકસ માન્યતા શી હતી તે સ્પષ્ટ જાણું શકાતું નથી. તે પણ એટલું જાણું શકાય છે કે, ક્રિયાવાદી વગેરે સ્વતંત્ર મતે નહીં હોય, પરંતુ મહાવીર ભગવાનના સમયમાં જે મત પ્રચલિત હતા, તે બધાનો પૂર્વોક્ત ચાર પ્રકારમાં સમાવેશ કર્યો હશે.
૧. ક્રિયાવાદીઃ આ મતની ભિન્ન ભિન્ન વ્યાખ્યા છે. પ્રથમ વ્યાખ્યા પ્રમાણે, કર્તા સિવાય ક્રિયા સંભવતી નથી; માટે ક્રિયાના કર્તા તરીકે આત્માના અસ્તિત્વને માનનાર ક્રિયાવાદી કહેવાય છે. બીજી વ્યાખ્યા પ્રમાણે, ક્રિયા પ્રધાન છે, અને જ્ઞાનનું કાંઈ પણ પ્રયોજન નથી એવી માન્યતાવાળા ક્રિયાવાદી છે. ત્રીજી વ્યાખ્યા પ્રમાણે જીવાદિ પદાર્થના અસ્તિત્વને માનનારા ક્રિયાવાદી કહેવાય છે. ક્રિયાવાદીના કુલ એંશી પ્રકાર કહેવાય છે.
૨. અક્રિયાવાદી : તેઓનું મંતવ્ય એ છે કે, કોઈ પણ અનવસ્થિત પદાર્થમાં ક્રિયા હોતી નથી. જો તેમાં ક્રિયા હોય, તો તેની અનવસ્થિતિ ન હોય. માટે ક્રિયાના અભાવને માનનારા અક્રિયાવાદી છે. અથવા, ક્રિયાનું શું પ્રયોજન છે ? માત્ર ચિત્તશુદ્ધિ જ આવશ્યક છે –એવી માન્યતાવાળા આક્રિયાવાદી કહેવાય. અથવા જીવાદિના નાસ્તિત્વને માનનારા અક્રિયાવાદી કહેવાય. અક્રિયાવાદીના ૮૪ પ્રકાર, કહેવાય છે.
૩. અજ્ઞાનવાદી: “અજ્ઞાન શ્રેયરૂપ છે, કારણકે જ્ઞાનથી કર્મને તીવ્ર બંધ થાય છે; અને અજ્ઞાનપૂર્વક કર્મબંધ
૧. તથા જુઓ. આચારાંગ ટીકા, અધ્યo , હઠ ૧, પૃ૦ ૧૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org