________________
લાકને આકાર
પ૪૫. છે; જે ક્ષેત્રમાં છવો છે ત્યાં જ પુદ્ગલેની ગતિ હોય છે, તેમ જ પુગલોને આશરીને જીવન અને પુદ્ગલોને ગતિધર્મ હોય છે.
–શતક ૧૬, ઉદ્દે ૮ ૨: લેકનો આકાર વિવરણઃ લોકના અધો, મધ્યમ અને ઊર્થ એવા ત્રણ ભાગ છે. નીચેનો ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસો એજનના ઊંડાણુ પછી ગણાય છે, જેનો આકાર ઊંધા કરેલા શકરા જેવો છે; અથવા નીચે નીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવ જન તેમ જ તેની ઉપરના નવસે જન એમ કુલ ૧૮૦૦ યજનને મધ્યમ લોક છે, જેનો આકાર ઝાલરની પેઠે બરાબર લંબાઈ પહોળાઈવાળા છે. મધ્યમ લોકની ઉપરને સંપૂર્ણ લોક ઊર્ધ્વ લોક છે, જેનો આકાર પખાજ જેવો છે.
નારકને નિવાસસ્થાનની સાત નરકભૂમિઓ અલોકમાં આવેલી છે. તે સાતે એકબીજાથી નીચે છે, તથા તે દરેક નીચેની નીચેની ભૂમિની લંબાઈ પહોળાઈ અધિક અધિક છે. તે સાતે ભૂમિઓ એકબીજાથી નીચે છે, પણ એકબીજાને અડીને રહેલી નથી. અર્થાત તે દરેકની વચમાં બહુ જ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અને આકાશ, ક્રમથી નીચે નીચે છે. અર્થાત પહેલી નરકભૂમિની નીચે ઘોદધિ છે, ઘનોદધિની નીચે ઘનવાત છે, ઘનવાતની નીચે તનુવાત અને તનુવાતની નીચે આકાશ છે. તેની પછી બીજી નરકભૂમિ છે. તેની નીચે પાછો ઘોદધિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org