________________
ક વિશે કેટલીક વિગત ગૂહનતા (પિતાના સ્વરૂપને છુપાવવું તે), વંચનતા (બીજાને છેતરવે તે), પ્રતિકુચનતા (સરલપણે કહેલા વચનનું ખંડન કરવું તે), સાતિયોગ ( ઉત્તમ દ્રવ્યની સામે હીન દ્રવ્યનો ગ કરવો તે) – એ બધા વિષે પણ જાણવું.
તે જ પ્રમાણે લોભ અને તેના વિશેષે – જેવા કે ઈચ્છા ( અભિલાષા), મૂછ (સંરક્ષણ કરવાની નિરંતર અભિલાષા), કાંક્ષા (અપ્રાપ્ત પદાર્થની ઈચ્છ), મૃદ્ધિ (પ્રાપ્ત . અર્થમાં આસક્તિ), તૃણું (પ્રાપ્ત પદાર્થને વ્યય ન થાય તેવી ઇચ્છા), ભિધ્યા (વિષયેનું ધ્યાન), અભિવ્યા
અદઢ આગ્રહ – ચિત્તની ચલાયમાન સ્થિતિ), આશંસના (પિતાને ઈષ્ટ અર્થની ઈચ્છા), પ્રાર્થના (બીજા માટે ઈષ્ટ અર્થની માગણું), લાલપનતા (અત્યંત બોલને પ્રાર્થના કરવી), કામાશા (ઈષ્ટ શબદ અને રૂપની પ્રાપ્તિની સંભાવના), બાગાશ ( ઈષ્ટ ધાદિની પ્રાપ્તિની સંભાવના), જીવિતાશા (કવિતવ્યની પ્રાપ્તિની સંભાવના), ભરણાશા (કોઈક અવસ્થામાં ભરણપ્રાપ્તિની સંભાવના), નંદીરાગ (છતી સમૃદ્ધિનો રાગ) – વિષે પણ જાણવું.
ગૌ–હે ભગવન! પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન (ખાટા આક્ષેપ), પૈશુન્ય (ચુગલી), રતિ-અરતિ, પરંપરિવાદ (બીજાની નિંદા ), માયામૃષાવાદ, અને મિથ્યાદર્શનશલ્ય ( કુદેવ, કુધર્મ અને કુગુને સાચા માની સેવવા તે) – એ બધાં કેટલા સ્પર્શવાળાં છે?
મ–હે ગૌતમ! ક્રોધની પેઠે ચાર સ્પર્શવાળાં છે.
ગ. –હે ભગવન ! તે બધાંની પેઠે, તે બધાને ત્યાગ – વિજેમ કે પ્રાણાતિપાત વિરમણ વગેરે, ક્રોધનો ત્યાગ વગેરે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org