________________
२३०
શ્રીભગવતીન્સાર રાજાએ તથા એવા બીજા ઘણા રાજાઓ, યુવરાજ, કોટવાલે (તલવર), નગરશેઠે અને સાર્થવાહે વગેરેનું અધિપતિપણું કરતો હતો; તથા રાજ્યનું પાલન કરતે, જીવ અજીવ વગેરે તને જાણત તથા શ્રાવકપણું પાળતો ઉપાસક થઈને. વિહરતો હતો.
એક વખત તે રાજાને મધ્યરાત્રીને સમયે ધર્મજાગરણ કરતાં કરતાં એવો સંકલ્પ થયે કે, “તે ગામ, નગર વગેરેને ધન્ય છે, જ્યાં શ્રમણભગવંત મહાવીર વિચરે છે; તથા તે રાજા, શેઠ વગેરેને ધન્ય છે, જેઓ શ્રમણભગવંત મહાવીરને નમસ્કાર કરે છે. જે શ્રમણભગવંત મહાવીર ફરતા ફરતા અહીં આવે અને આ નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં ઊતરે, તે હું તેમને વંદન કરું તથા તેમની ઉપાસના કરે * તે વખતે ભગવાન ચંપાનગરીને પૂર્ણભક ચેત્યમાં હતા. તે ઉદાયન રાજાનો આ સંકલ્પ જાણી ત્યાંથી નીકળ્યા અને વીતભયમાં આવી મૃગવનમાં ઊતર્યા. એ
દાસીને અને પેલી મૂર્તિને હરી ગયો. પછી ઉદાયનને તેની સાથે યુદ્ધ થયું, અને તેમાં ચંડપ્રદ્યોત હાર્યો અને પકડાયો. પછી તેને પજુસણ દરમ્યાન છોડી મૂકી ઉદાયન પેલી મૂર્તિ સાથે પાછો આવ્યો. તે મૂર્તિ રાજાના વધ પછી દેવે વરસાવેલા ધૂળના વરસાદમાં દટાઈ ગઈ. પછી હેમચંદ્ર પોતે પોતાના “મહાવીરચરિત”માં જણાવ્યા પ્રમાણે મહાવીરના નિર્વાણ પછી ૧૬૬૮ વર્ષે, કુમારપાળ દ્વારા બેદાવી મંગાવી અને પાટણમાં પધરાવી. આ તથા બીજી અનેક ઐતિહાસિક વિગતે માટે જુઓ “પુરાતત્વ, પુ. ૧, પા. ર૬૩માં આચાર્યશ્રી જિનવિજયજીને લેખ. - "
. " :
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org