________________
દેવરાજ ઈશાને રાજગૃહ નગરમાં જાઓ અને ભગવાન મહાવીરને વંદનાદિ કરી, એક યોજન જેટલું વિશાળ ક્ષેત્ર સાફ કરે; તથા મને તરત ખબર આપો. તેમણે તેમ કર્યા બાદ ઈશાનેકે પિતાના સેનાપતિને કહ્યું કે, તું ઘંટ વગાડીને બધાં દેવ-દેવીને ખબર આપ કે “ઈશારેંદ્ર મહાવીર ભગવાનને વંદન કરવા જાય છે, માટે તમે જલદી તમારા એશ્વર્ય સહિત તૈયાર થઈને તેની પાસે જાઓ.” પછી તે બધાથી વીટળાઈને એક લાખ યોજનના પ્રમાણવાળા વિમાનમાં બેસી તે ઈદ મહાવીરને વંદન કરવા નીકળ્યા. રસ્તામાં નંદીશ્વર દ્વીપમાં તેણે પોતાનું મોટું વિમાન ટૂંકું કર્યું. પછી તે રાજગૃહ નગરમાં ગયો. ત્યાં તેણે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી, પિતાને વિમાનને જમીનથી ચાર આંગળ ઊંચું રાખી, ભગવંતની પાસે જઈ તે તેમની પર્યાપાસના કરવા લાગ્યા.
ત્યારબાદ ભગવાનની પાસે ધર્મ સાંભળી, તે છે આ પ્રમાણે છે : “હે ભગવન ! તમે તો બધું જાણે છે અને જુએ છો. માત્ર ગૌતમાદિ મહર્ષિઓને હું દિવ્ય નાટયવિધિ દેખાડવા ઇચ્છું છું.' એમ કહી, તેણે ત્યાં એક દિવ્ય મંડપ ખડો કર્યો. તેની વચ્ચે મણિપીઠિકા અને સિંહાસન પણ રચ્યું. પછી ભગવાનને પ્રણામ કરી તે ઈંદ્ર તે સિંહાસન ઉપર બેઠે. પછી તેના જમણા હાથમાંથી ૧૦૮ દેવકુમાર નીકળ્યા, અને ડાબા હાથમાંથી ૧૦૮ દેવકુમારીએ નીકળા.. પછી અનેક જાતનાં વાજિંત્ર અને ગીતોના શબ્દથી તેણે બત્રીશ? જાતનું નાટક ગતમાદિને દેખાડ્યું. ત્યાર બાદ પિતાની
.
એ પ્રકરણને અંતે ટિપ્પણ . .
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org