________________
આ શ્રીરક હક
૧૭૯ બ્રહ્મચારી હતા, તથા ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાશીલ, જિતેંદ્રિય, શુદ્ધતી, નિરાકાંક્ષી, ઉત્સુકતાદિના સંયમમાં જ ચિત્તવૃત્તિવાળા, સુંદર સાધુપણામાં રત તથા દમનશીલ હતા. એ પ્રમાણે નિગ્રંથશાસ્ત્ર અનુસાર તે વિહરતા હતા.
તે સ્કંદમુનિ મહાવીર ભગવાનના વૃદ્ધ શિષ્ય (સ્થવિરે) પાસે અગિયાર અંગે ભણ્યા તથા પછી મહાવીર ભગવાનની પરવાનગીથી તેમણે એક પછી એક એમ ભિક્ષુની બારે પ્રતિમાઓ આરાધી. તે પ્રતિમાઓ એટલે કે વિશિષ્ટ તપનો વિધિ આ પ્રમાણે છે : ગરછથી બહાર નીકળી, જુદા રહી, એક મહિના સુધી અન્ન અને પાણીની એક દત્તિ વડે જ જીવવું તે પહેલી પ્રતિમા કહેવાય. દત્તિ એટલે દાન દેનાર જ્યારે અન્ન કે પાણીને દેતો હોય, ત્યારે દેવાતા અન્ન કે પાણીની જ્યાં સુધી એક ધાર હોય અને તે એક ધારમાં જેટલું આવે તેટલું જ લેવું; ધાર તૂટયા પછી જરા પણ ન લેવું તે. બીજી પ્રતિમામાં બે માસ સુધી અન્ન અને પાણીની બે દત્તિ લેવાની
૧. અગિયાર અંગમાં ભગવતીસૂત્રનો પણ સમાવેશ થાય છે. તો પછી અગિયાર અંગોમાંના એક અંગમાંની કથામાં “અગિયાર અંગ” ભણ્યા એમ કેવી રીતે કહી શકાય ? કારણ કે જે ગ્રંથમાં જેનું જીવન હોય તે પુરુષ તે ગ્રંથની પહેલાં હયાત હોય. ટીકાકાર આને ખુલાસો બે રીતે આપે છે: એક તે, દકની વિદ્યમાનતા નથી ત્યાં સુધી &દકના જેવી બીનાને બીજા કોઈના ચરિત્ર દ્વારા જણાવાય છે; અને સ્કંદક થયા પછી કંદકના ચરિત્રને આધાર લઈને કહેવાય છે. અને બીજુ ગણધર અતિશય જ્ઞાનવાળા હેવાથી ભવિષ્યકાળની બીના પણ તેઓ જાણીને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org