________________
૧૯ ]
પિઠિકા આ ઉપરથી જોઇ શકાય છે કે આ બાબતમાં તે–આગમની યાને સૂત્રની વ્યાખ્યાની બાબતમાં તે જેનેના બને મુખ્ય ફિરકાઓનીતાંબરોની અને દિગંબરની એકવાક્યતા છે.
| ઉપલબ્ધ આગમોની સંખ્યા–દિગંબરોની માન્યતા મુજબ આજે એક પણ પવિત્ર અને પ્રાચીન આગમ ઉપલબ્ધ નથી, પરંતુ શ્વેતાંબરની માન્યતા આથી જુદી છે. તેમાં મૂર્તિપૂજક શ્વેતાંબરના મોટા ભાગનું કહેવું એ છે કે અત્યારે ઉપલબ્ધ આગમોની સંખ્યા મુખ્યતયા ૪૫ ની છે, જ્યારે સ્થાનકવાસીઓના અને તેરાપંથીઓના કથન અનુસાર તે ૩૨ ની છે. વળી મૂર્તિપૂજક શ્વેતાંબર તરફથી આગમોની સંખ્યા ૮૪ ની પણ ગણાવાય છે, પરંતુ એને વિચાર કરવા પૂર્વે આગના વર્ગીકરણ વિષે થોડેક ઉલ્લેખ કરવો આવશ્યક જણાય છે.
આગમોની પ્રાચીન વ્યવસ્થા–શ્વેતાંબરીય પ્રાકૃત ગ્રંશે પિકી નંદીસુત્ત (સૂ ૪૪)માં અંગબાહિર અને અંગપવિ એમ આગમના બે મુખ્ય ભેદ દર્શાવાયા છે, અને એ જ હકીકત ઉપલબ્ધ થતા સંસ્કૃત જૈન ગ્રંથે પિકી પ્રાચીનમાં પ્રાચીન ગણાતા તસ્વાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧, સૂ. ૨૦)ના ભ, ધ્ય(પૃ. ૯૦)માં અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એ શબ્દ દ્વારા દર્શાવાયેલી છે. ત્રણ વાર ગણધરના પૂછવાથી તીર્થકરે કહેલ ઉત્પાદ, વ્યય અને દ્રવ્યરૂપી ત્રિપદીથી થયેલું શ્રત “અંગપ્રવિષ્ટ' છે, જ્યારે પ્રશ્ન પૂછળ્યા વિના અર્થપ્રતિપાદનરૂપે કહેવાયેલું શ્રત “અંગબાહ્ય છે. અથવા સર્વે તીર્થંકરના તીર્થમાં અવશ્ય ઉત્પન્ન થનારું અને એથી કરીને નિયત એવું શ્રુત તે અંગપ્રવિષ્ટ' છે, જ્યારે જે શ્રત અનિયત છે એટલે કે જેને અન્યાન્ય તીર્થમાં સહભાવ હેવો જ જોઈએ એવો નિયમ નથી તે અંગબાહ્ય' છે જુએ શ્રીજિનભકિગણિક્ષમાશ્રમણકૃત વિસે સાવસ્મયભાસે (વિશેષાવશ્યકભાષ્ય)ની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિકૃત બ્રહવૃત્તિનું ર૮૮ મું પત્ર તેમ જ મહંત દર્શનદીપિકા (પૃ. ૨૨૫)
નંદીસુત્ત (સૂ. ૪૪)માં અંગબાહિર (અંગબાહય) શ્રતના (૧) આવસ્મય (આવશ્યક) અને (૨) આવસ્યયવઈરિત (આવશ્યક વ્યતિરિક્ત) એવા બે વિભાગો સૂચવાયેલા છે. તેમાં વળી
१. "तं समासओ दुविहं पणतं, तंजा-अंगपधि अंगवाहिरं च । से किं तं अंगबाहिरं ! अंग बाहिरं दुविहं पण्णतं, तंजहा-आवस्यं च आवस्सयवहारत च। से किं तं आवस्यं ! भावस्सयं छविहं पणतं, तंजहा-मामाइभं चउपीसत्यवो वंदणयं पदिकमणं काउस्सग्गो पञ्चक्खाणं, सेत्त आवस्सयं । से किं ते आवस्सयवहरितं ? आवस्सयवहारत दुविहं पण्णत्तं, तंजहा-कालिभ ૩ િવ ”
૨. “અંગબાહિર” ને બદલે “અણુગપવિ' (સં. અનંગપ્રવિષ્ટ) એવી સંજ્ઞા પણ વપરાય છે. જીઓ નસત્તના ૪૪ મા સૂત્રનો અંતિમ ભાગ.
3. "तद् द्विविधमङ्गबाह्यमङ्गप्रविष्टं च। तत् पुनरनेकविधं द्वादश विधं च यथा. सत्यम् । अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिक, चतुर्विश तस्तवः, वन्दनं, प्रतिक्रमणं, कायव्यु. स्वर्गः, प्रत्याख्यानं, दशबैकालिकं उत्तराध्यायाः, दशा कल्पव्यवहारी, निशीथमृषिभाषि તાત્રે જમાદ્રિ'
૪. આ પરત્વે આગળ ઉપર હાપેહ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org