________________
૦૮
આહંત આગમનું અવલોકન
[પ્રકરણ આ ઉપરથી જણાય છે કે કાસિમ અને ઉક્કાલિએ એ બે ભેદવાળાં પશુગ (પ્રકીર્ણક)રૂ૫ અઝયણને અંગબાહ્ય શ્રુતમાં અંતર્ભાવ કરાય છે. શ્રી ઋષભદેવને આશ્રીને ૫ઇરમની સંખ્યા ૧૮૪૦૦૦ની, એમના પછીના ૨૨ તીર્થકરોને આશ્રોને સંખ્યા અને શ્રી મહાવીર
પામીને અશ્રીને ૧૪૦૦૦ની છે. આ સંબંધમાં એ મતાંતર છે કે જે તીર્થકરના જેટલા શિષ્યો એ તીર્થમાં આપત્તિજી, વૈનેયિકી, કાર્મિક અને પારિણુમિકી એમ આ ચાર પ્રકારની બુદ્ધિથી અલંકૃત હોય તેટલા હજાર પ ગ હોય છે અને પ્રત્યેકબુદ્ધ પણ તેટલા હોય છે. વિશેષમાં ૫ઈફણગની વિવિધ વ્યાખ્યાએ નીચે મુજબ જોવાય છે – ' (૧) અરિહતે ઉપદેશેલા એવા શ્રતને અનુસરીને એમના શ્રમણે જે જે રચે તે બધું “પણ” કહેવાય છે.
(૨) શ્રુતને અનુસરીને પિતાના વચનની કુશળતાથી ધર્મદેશના વગેરે પ્રસંગે પ્રન્યરૂપે શ્રમણે જે બેલે તે બધું “પણ' કહેવાય છે.
(૩ ચાર પ્રકારની બુદ્ધિના ધારક શિષ્યો (પછી તેઓ અરિહંતના સમકાલીન હે કે ઉત્તરકાલીન હો) જે રચે તે “પણ” કહેવાય છે.
(૪) ઉત્તમ સૂત્ર રચી શકનારા મુનિવરો (સમકાલીન હે અથવા ઉત્તરકાલીન હો) જે રચે તે પઇયુગ કહેવાય છે.
૫) પ્રત્યેકબુદ્ધે જે રચ્યું હોય તે “પઇગ' કહેવાય છે.
આ પ્રમાણેના કાલિક અને ઉકાલિક શ્રુત તરીકે જે પ્રજો અત્ર ગણાવાયા છે તેમાં આયાર વગેરે ૧૧ અંગેનો નામનિશ નથી એ જોઈને કોઈને પ્રશ્ન ઉદભવે કે આપણે જમા પૃષ્ઠમાં વિઆહપત્તિના ૬૭૭મા સૂત્રગત કાલિયસુત્ત ની ટીકામાં એને ખર્ષ ૧૧ અંગ કરાયો છે તે બેંધી ગયા તેનું શું? વળી વિસે સાવસ્મયભાસની રર૮૪મી ગાથાની વૃત્તિમાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિએ નીચે મુજબ કહ્યું છે તેનું કેમ ?
___" इहैकादशाङ्गरूा सर्वमपि श्रुतं कालग्रहणादिविधिनाऽधीयत इत कालिकमुच्यते। तत्र प्रायश्च ण-फरणे एव प्रतिपाद्यते । अत आर्यरक्षितसूरिभिस्तत्र चरणकरणानुयोग एव कर्तव्यतया5. नुशातः, न तु सन्तोऽजी शेषा धर्मकथाद्यनुयोगाम्य इति, अतोऽनुयोग-तद्वतीरभेदोपचारात कालिकश्रुतं प्रथमश्चरणरणानुयोगो व्यपदिश्यते ।"
વિશેષમાં નંદીસુત્ત (સૂ. ૪૪)ની “ચુણિમાં તેમ જ એની શ્રીમાલયગિરિરિકૃત
૧ કેટલાકનું કહેવું એ છે કે આ સંખ્યા શ્રી ષભદેવના પ્રધાન સૂત્ર રચવામાં સમર્થ એવા શ્રમણોની સંખ્યા પૂરી પાડે છે; બાકી સામાન્ય શ્રમણે તે એથી પણ વિશેષ હતા, કેટલાક એમ કહે છે કે શ્રી ઋષભદેવના જીવનકાળ દરમ્યાનના શ્રમણની આ સંખ્યા નથી, કિન્તુ એમના સમસ્ત તીર્થમાં જે ઉપયુંક્ત વિશિષ્ટ શક્તિશાળી શ્રમણ થયા તેની આ સંખ્યા છે.
૨ ચાર પ્રકારની બુદ્ધિના વિસ્તૃત વર્ણન માટે જુઓ આહંતદર્શનદીપિકા (પૃ. ૨૧૭-૨૨૫).
૩ આ તીર્થંકરના સાક્ષાત્ શિખ્ય ન હોય એ બનવાજોગ છે, પરંતુ એમણે ઉપદેશેલા શાસનને તેમણે સ્વીકારેલ હોવાથી એ રીતે તેઓ એમના શિષ્ય ગણાય.
૪ આ ચુહિણના ૪૬મા અને જડમા પત્રમાંની એને લગતી પંક્તિ નીચે મુજબ છે – " गमबहुलत्तणतो गमितं तस्स लक्खणं-आदिमज्झावसाणे वा किंचि विसेसजुत्तं तं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org