________________
આહત આગમનું અવલોકન
[પ્રકરણ અર્થ જણાવે છે કે કુકર વા વિગેરે ત્રણ નિષવાથી થએલ જે સૂત્ર તે અનંગપ્રવિષ્ટ કહેવાય, બાકી તે ત્રણ નિષદ્યા સિવાય ભગવાન ગણધર મહારાજના પ્રશ્નપૂર્વક કે પ્રશ્ન સિવાય પોતે ભગવાને સ્વતઃ કહેલું કે અન્ય સ્થવિરેના પ્રશ્નોપૂર્વક કહેલું તે બધું મુત્કલકથન કહેવાય અને તેની જે રચના થાય તે બધું અનંગપ્રવિષ્ટ સૂત્ર કહેવાય. આ શ્રીમલયગિરિજીનું વચન વિચારતાં આવશ્યક સૂત્ર અનંગપ્રવિષ્ટ પણ હોય, અને ગણધર મહારાજનું ૫ણ કરેલું હોય
એમ માનવામાં કોઈ જાતની હરકત નથી.” ( આ પ્રમાણેના વિવિધ ઉલ્લેખ ઉપરથી અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની વ્યાખ્યાઓ, એની ઉત્પત્તિની સકારણતા, કર્તતા ઇત્યાદિ આપણે જાણી શકીએ છીએ. તેમાં અંગપ્રવિષ્ટ કૃતની વ્યાખ્યાઓ નીચે મુજબ છે –
(૧) મુતરૂપ પુર્ષના અંગમાં પ્રવેશી અંગરૂ૫ બનેલું શ્રત તે અંગપ્રવિષ્ટ છે. (૨) ગણધરોએ સાક્ષાત રચેલું કૃત તે અંગપ્રવિષ્ટ છે. (૩) પ્રશ્નત્રય અને ત્રિપદીરૂપ આદેશ દ્વારા ઉત્પન્ન થયેલું શ્રત તે અંગપ્રવિષ્ટ છે. (૪) સર્વ તીર્થંકરના તીર્થમાં નિયત એવું શ્રત તે અંગપ્રવિષ્ટ છે. અંગબાહ્ય કૃતની વ્યાખ્યાઓ નીચે મુજબ છે – (૧) શ્રતરૂપ પુરુષથી વ્યતિરિકતપણે રહેલું કૃત તે અંગબાહ્ય છે.
(૨) ગણધરના અનતંરવત અને ઉત્તરકાલીન પરમ બુદ્ધિશાળી આચાર્યોએ મંદમતિ શિષ્યોના અનુગ્રહાથે રચેલું શ્રત તે અંગબાહ્ય છે.
(૩) સ્થવિરેએ–શ્રીભદ્રબાહુ સ્વામી વગેરે આચાર્યોએ ચેલું શ્રુત તે અંગબાહ્ય છે. | () ગણધરના પ્રશ્ન સિવાય, તીર્થંકર પ્રતિપાદન કરેલા અર્થને અનુસરીને રચાયેલું થત તે અંગબાહ્ય છે.
(૫) ગણધર સિવાયના કોઈ સ્થવિરે–મુનિએ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે તીર્થકરે જે પ્રતિપાદન કર્યું હતું તેને અનુસરીને રચાયેલું મૃત તે અંગબાહ્ય છે.
(૬) ગણધરનાં વચનને અવલંબીને પહેલાના સ્થવિરોએ રચેલું શ્રત અંગબાહ્ય છે. (૭) સર્વ તીર્થકરોના તીર્થમાં નિયત નહિ એવું શ્રત તે અંગબાહ્ય છે.
ઉત્પત્તિની સકારણતા-જેમ અંગપ્રવિષ્ટ શ્રતની ઉત્પત્તિમાં નિષઘા અને ત્રિપદી કારણભૂત છે, તેમ અંગબાહ્ય શ્રતની ઉત્પત્તિમાં એમાંથી એકે કારણભૂત નથી. એની ઉત્પત્તિ ત્રણ પ્રકારે સંભવે છેઃ (૧) ગણધર સિવાયના અન્ય કોઇએ પ્રશ્ન પૂછ્યો હોય અને તેને ઉત્તર તીર્થકરે આપે છે અને તેને અનુસરીને એની રચના થઈ હેય. (૨) કોઈએ પણ કશે પ્રશ્ન તીર્થ કરને પૂછળ્યો ન હોય અને તેમ છતાં તીર્થંકરે જે અર્થપ્રરૂપણ કરી હોય તેને અનુસરીને એની રચના થઈ હેય. (૩) ગણધરનાં વચનને અનુસરીને એની રચના થઈ હોય.
કતા–જેમ અંગપ્રવિષ્ટ કૃતના કર્તા ગણધર જ છે તેમ અંગ હ્ય શ્રતના કર્તા સ્થવિરો જ છે એમ સામાન્ય રીતે વિચાર કરતાં જણાય છે, પરંતુ કેટલાક અમુક અમુક કારણે દર્શાવી, આવલ્સયમુત્તને અંગબાહ્ય માનવા સાથે તે ગણધરકૃત માનવા પ્રેરાય છે. - ૧ ૧૧માં પણ ૧૪માં નેધાયેલા ત્રીજા ઉલ્લેખમાં “જનધાન્નતિન” એ પાઠ છે તેનું શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org