________________
પ્રકરણ છે
અંગબાહ્ય શ્રુતની મીમાંસા આપણે ત્રીજા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અને અગબાહ્ય અવા બે પ્રકાર છે. એ બેમાંથી દ્વાદશાંગીરૂપ પ્રથમ પ્રકારના ઉદ્દભવ અને ઉચછેદ વિષે આપણે અત્યાર સુધી વિચાર કર્યો. એ દ્વાદશાંગીને પરિચય આપવાનું કાર્ય બીજા ભાગ માટે મુલતવી રાખી આપણે આ પ્રકરણમાં ખાસ કરીને અંગબાહ્ય શ્રુત વિષે વિચાર કરીશું. તેમ કરવા માટે સૌથી પ્રથમ આપણે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારા કેટલાક વિશિષ્ટ ઉલેખો નોંધી લઈએ – (૧) નંદીસુત્ત (સે. ૪૪)ની સુણિના ૪૭મા પત્રગત નીચે મુજબને ઉલ્લેખ –
"पादयुगं जंघोरू गाठदुधगं च दो य बाहू ता।
गीवा सिरं च पुरियो बारसअंगो सुविसिहो ॥ इच्चे तस्स सुतपुरिसस्य जं सुतं अंगभागठि। तं अंगपविटं भगइ, जं पुण एतस्सेव सुन. पुरेमस्स परेगे टितं तं अंगवा हिरं ति भण्गति, अहवा ।
गणहरकयमंगगतंज कत थेरेहिं बाहिरं तं च ।
णियतं अंगपबिटू अणिययसुत बाहिरं भणितं ॥"२ આ ઉપરથી નીચે મુજબની ચાર હકીકતો ફલિત થાય છે –
(અ) અત્ર શ્રુતને પુરુષની ઉપમા આપવામાં આવી છે. જેમ પુરુષને બે પગ, બે અંધા, બે કે , બે ગાત્રા એટલે કે પીઠ (? છાતી) અને પેટ, બે બાહુ, એક ડોક અને એક ભરતક એમ બાર અંગે-અવયવો હોય છે, તેમ મુતરૂપ પુરુષને આયાર વગેરે બાર અંગે છે.
(આ) મૃતરૂ૫ પુરુષના અંગમાં પ્રવેશેલું-અંગરૂપ બનેલું શ્રુત તે “અંગપ્રવિષ્ટ છે, જ્યારે એ મૃતરૂ૫ પુરુષથી વ્યતિરક્તપણે રહેલું કૃત “અંગબાહ્ય છે. . (ઈ) ગણુધરેએ રચેલું શ્રુત તે “અંગપ્રવિષ્ટ' (મૂળરૂ૫) છે, જ્યારે સ્થવિરેએ રચેલું શ્રત તે “અંગબાહ્ય” છે.
(ઈ) જે શ્રત સર્વદા નિયત છે તે અંગપ્રવિષ્ટ' છે, જયારે જે અનિયત છે તે અંગબાહ્ય' છે.
૧-૨ આ બંને પદ્યો કંઈક પાઠભેદ સાથે નકસુત્તની શ્રીહરિભદ્રસુરિત વૃત્તિના ૯૦ મા પત્રમાં તેમ જ એની શ્રી મલયગિરિસૂરિકૃત વૃત્તિ (પત્ર ૨૦૩ -૨૦૪ અ)માં લેવાય છે. તેમાં ૨૦૪ અપત્રગત પદ્યમાં “વાફિર તુ નિવય થs રવિ ” એ પાઠભેદ છે.
૩-૪ અંધાને અર્થ “ઘૂંટીથી ઘૂંટણ સુધી જ ગ’ એમ કરાય છે, અને ઊને અર્થ “ધ” યાને “સાથળ કરાય છે.
૫ બે પગ ગણાવ્યા ઉપરાંત જે બે જઘા અને બે ઊરૂ ગણાવાય છે તે કેવી રીતે ધટે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org