________________
કહ્યું કે તે પુત્રને બે પહેરમાં ઠીક થઈ જશે. સાંજે નવાબની સાથે ખાણું ખાવા બેસશે. તેની પત્નીને પાંચ મહિનાને ગભ છેઃ ઇત્યાદિ તેમની વાત સાચી પડી એટલે નવાબે તેમને ઘણું સન્માન આપ્યું અને પંન્યાસ તથા નવાબ વચ્ચે ઘનિષ્ઠ સ્નેડ જામ્યો. સં. ૧૭૩૬માં બાદશાહ ઔરંગજેબ અજમેર ઉપર ચઢી આવ્યો હતો ત્યારે તેણે નવાબ અસતખાનના સમજાવવાથી પં. ભીમવિજયને ફરમાનપત્ર આપી અજમેર, મેડતા, જત, જયતારણું અને જોધપુર વગેરે સ્થાનના ઉપાશ્રય ખાલસા કરી લીધા હતા, તે દરેકને છૂટા કર્યા અને શ્રી સંઘને સુપ્રત કર્યા. પંન્યાસજીનું સ્વર્ગગમન કિસનગઢમાં સં૦ ૧૭૭૧માં ભાવ વ૦ ૦)) રવિવારે મધ્યરાતે અનશનપૂર્વક થયું. ત્યાં સંધે ૫૦ ભીમવિજયજીને સ્તૂપ કરી પરકેટ બનાવી લીધો. જોકે તેની રોનકથી આકર્ષાઈ ત્યાંના નવાબે એકવાર આ સ્થાન પિતાના કબજામાં લઈ લીધું હતું કિન્તુ પછી પંન્યાસજીના પટ્ટધર પં. મુક્તિવિજયણિના પ્રયત્નથી તે પુનઃ સંઘને સોંપવામાં આવ્યું હતું. (જૈન સત્ય પ્રકાશ” ક્રમાંક ૧૫૦) સંભવતઃ આ સ્થાન આજે જ ગુડ હીરવિજયસૂરિની દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે અને કિસનગઢ પણ તે સમયે તપગચ્છના કોટવાલની ગાદીનું સ્થાન ગણાતું હતું.
(૬૩) ૫૦ મુક્તિવિજય (૬૪) પં. પ્રમોદવિજય (૫) રવિવિજય (૬)નવનિવિજય. જેમણે મકસુદાબાદમાં “મુહૂર્ત ચિંતામણિ ગ્રંથ લખ્યો.
| (૨) પં. ભીમવિજય, (૩) પં. હસ્તિવિજય, (૪) ચતુરવિજય. તેમણે સં. ૧૮૦૪ ફ. શુ. ૧૪ ગુરુવારે “શ્રીપતિજાતકર્મપદ્ધતિ' નામને ગ્રંથ લખ્યો.
પૃષ્ઠ ૯૬, કડી ૧: આ૦ શ્રીવિજયસેનસૂરિ પછી તપગચ્છ પાંચ શાખાઓમાં વહેંચાઇ ગયો હતો, તે આ પ્રમાણે–
(૧) સંગીશાખા, જેમાં આજે અનેક મુનિવર વિદ્યમાન છે. (૨) દેવસુરગચ્છ, જેનું બીજું નામ ઓસવાળગચ્છ હતું.
(૩) આણંદસરગચ્છ, જેનાં બીજા નામો (આરગચ્છ) ઉપાધ્યાયમત (ઉપાધિમત) અને પિરિવાલગચ્છ હતું.
(૪) સાગરગચ્છ સં. ૧૬૮૬. (૫) વિમલગ૭ સં. ૧૭૪થી શરૂ થયો. આજે આ શાખાભેદે વિદ્યમાન નથી. માત્ર સંવેગી પરંપરા વિદ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org