________________
૨૩૮
પટ્ટાવલી-સસરચય, ભા. ૨ સં. ૧૬૨૫ જહાંગીર પાતશાહની પાતર નામે સૂરજ તેણે પાતશાહની રજાથી સુરત વસાવ્યું.
સં. ૧૬૨૫ ઓસવાલ ગપશાહ જેને સુરતમાં ગોપીપરું વસાવ્યું. ગોપીતળાવ અને ચૌમુખી વાવ કરાવ્યાં.
(સં. ૧૬૩૪ વકાણાતીર્થને છીદ્ધાર)
(સં. ૧૬૪૨ રાવ હમીરે ફલોધીને કટ કરાવ્યું. સં. ૧૫૧૩, સં. ૧૫૪૫).
(. ૧૬૬૮ કીસનસિંહજીએ કિસનગઢ વસાવ્ય.).
સં. ૧૬૭૯ ગાપિશાહે આ વિજયસેનસૂરિ પાસે સૂરજમંડન પાશ્વનાયની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમાજીની ગાદીમાં ચારે બાજુ લખ છે.
સં. ૧૬૭૯ કાવી ગંધારમાં સાસુ વહુના દેરાની પ્રતિષ્ઠા થઈ. સં. ૧૭૦૭ ઔરંગઝેબે ઔરંગાબાદ વસાવ્યો. (સં. ૧૮૮૭ સવાઈ જેસિંગે જયપુર વસાવ્યું. સં. ૧૭૩૫) પૃષ્ઠ ૫૭, ઢાળ ૨૪ : ભિન્નમાલની ઉત્પત્તિ (ભાષાલેખ):
શ્રી માલનગર તે પ્રાચીન શહેર છે. તેમાં અનેક બ્રાહ્મણે વ્યાપારીઓ વગેરે સુખી હતા. ભાવ પંડિત પણ ત્યાંના વતની હતો. કર્મવેગે ધન નાશ પામતાં તે નિધન થઈ ગયો અને ધારામાં આવી વસ્યો. ત્યાં પણ તેણે પોતાનું દ્રવ્ય યાચકને આપી દીધું અને તે ગરીબાઈમાં જ મૃત્યુ પાપે. આથી ભેજ રાજાએ શ્રીમાલનગરમાં માઘ પંડિતની નાતના માણસ ધનવાળા હોવા છતાં આ પંડિતને ભૂખમરાથી અંત આવ્યો, એ જોઈ તેની બ્રાહ્મણ જ્ઞાતિનું ભિલમાલ એવું નામ આપ્યું અને ત્યારથી શ્રીમાલનગર ભિન્નમાલ નગર તરીકે પ્રસિદ્ધિ પામ્યું. (“પ્રબંધચિંતામણિ )
પૃષ્ઠ ૧૮ ઢાળ ૨૪ ભાષાલેખઃ
વિ. સં. ૧૩૫ માં ઉજજૈનમાં નાહડ રાજા હતા ત્યારે જાલોર પાસેના સ્વર્ણગિરિ પર મઢમાં માત્ર ક્રોડપતિ જ રહેતા હતા. નવ્વાણું લખવાળાને પણ ત્યાં રહેવા સ્થાન ન હતું, તે જાલોર પાસેના સ્વર્ણગઢમાં નાહડ રાજાએ “યક્ષ વસતિ' નામને માટે જિનપ્રાસાદ બનાવી તેમાં સં ૧૩૫ માં (આ પ્રોતનસૂરિના હાથે) ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. (“વિચારણિ , પદાવલી, જૈન પરંપરાને ઈતિહાસ.')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org