________________
હીરવિજયસૂરિને સહારા છછયા યુવા છાણ મેલાવી, શ્રી જિનશાસન થીર થપાવી. ૬૯ શ્રી જિનશાસન સબલે જે ધમ, હીરસૂરિનું મોટું જ કર્મ પહેલું ચોમાસું આગરે રહીઈ બીજું ચોમાસું ફતેપુર કરઈ. ૭૦ પાતશાહી બહાત ફરમાન ભેંજે', ત્રીજું માસું આગરે રહીજે; અકબર શાહનો આગ્રહ જ જાણ, ધન ધન હીર ગુરુની કમાણ. ૭૧ ત્રીજું ચોમાસું આગરે આવેં, સબલ સામઈયું પૂજ્ય પધરાવે; અકબર સામો સાંબેલા તે રીઝ, શ્રી ગુરુ વચને ઘણું પ્રતિબુઝક્યો. ૭૨ પામરી પુસ્તક ભેટશું કીધું, અકબર આગ્રહે કેાઈ ન લીધું; અકબરે આગરે કીધા ભંડાર, જગતગુરુ કીષા મનુહાર. ૭૩ લાખ પિસ્તાલીશ પુસ્તક સંચે, દરશનનાં શાસ્ત્ર પ્રપંચક કરી પારણું પૂજ્ય પાંગરીયા, હજરત સલામ કરી ઉભા રહીયા. ૭૪ પાતશાહ કર બહેનત સન્માન, જે તુમ ચાહે સે ઉનકા કા નામ; શ્રેણીક વાલે શ્રી મહાવીર, અકબર વાલે શ્રી ગુરુ હીર. ૭૫ કેસીય કીધે શ્રી પરદેશી સીધે, શ્રી ગુરુ અકબર તેમ પ્રતિ ; શાન્તિચંદ્ર વાચક પાસે હજુર, તીહાંથી પાંગરીયા હીરવિજયસૂર. ૭૬ મધુર ગુજ૨ પાવન કરતા, શ્રી જિનશાસન માંહ ગહગહતા; મેઘજી શીષ્ય આચારજ લુંકે, ઠાણું સત્યાવીસ નિજ મત કે. ૭૭ પ્રતિમા જુહારી સંસાર તરીયા, હીરગુરુ દરીશણ પામી ગહગહીયા; પંચ મહાવ્રત ઉચરીયા ફેરી, લંકામત પાપ કાઢયો ઢરી. ૭૮ હીરવિજયસૂરિ ગુણ જે ગાઈ, દિન દિન પ્રતાપે કેડિ સવાઈ, વિવાહ માછવ મંગલિક કાજે, એહ સલોકો ભણવ વરરાજે. ૯ આણંદવિમલસૂરિ સીસના શિષ્ય, દેવવિમલ ગુરુ પંડિત પ્રતીખ્ય; તસ સીસ મંગળીક સલેકે ગાયે, વીર વિદ્યાધર આણંદ પા. ૮૦ હીરવિજયસૂરિ તણે સલેકે, સાંભલો લેકે પરીહરા સેક; જે કઈ ભણે ગણે એહ શલોકો, કોડિ કલ્યાણ મંગલીક થક. ૮૧
| ઇતિ શ્રી હીરવિજયસલેકે સંપૂર્ણ છે
શ્રી ધર્મનાથ પ્રસાદાત સં. ૧૮૬૫ને પિષ શુદિ ૧૫ રવિવારે શ્રી વૈલાદ નગર લી. ૫. વિદ્યાવિજય ગણું.
શ્રી આત્મકમલલબ્ધિસૂરીશ્વરશાસ્ત્રસંગ્રહ ઇડરની હસ્તલિખિત પ્રતિ ૭૩નાં ૫ત્ર ૪ના આધારે આ રાસ અહી આપે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org