SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ પ્ર પ્ર. ૪: કર્મ એ કઈ પદાર્થ છે કે કેમ અને જે હોય તે તે સચેતન છે કે અચેતન ? ઉત્તરઃ કર્મ એ પદાર્થ છે એટલું જ નહિ પણ અચેતન પદાર્થ છે. જૈન દર્શન પ્રમાણે પદાર્થોના બે જ પ્રકારો છે : (૧) સચેતન અને (૨) અચેતન. સચેતન એટલે ચિતન્યથી યુક્ત અને અચેતન એટલે એનાથી વિપરીત. જૈન મંતવ્ય પ્રમાણે કઈ પણ સચેતન પદાર્થ કદાપિ અચેતન બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ. એવી રીતે કેઈ અચેતન પદાર્થ પણ કેઈ કાળે સચેતન બન્યા નથી કે બનશે નહિ અને વર્તમાનમાં પણ અચેતન જ રહેવાને છે. કર્મ એ સંસારી જીવે ગ્રહણ કરેલી અને પિતાની સાથે ઓતપ્રેત કરેલી “કામેણુ” વગણ છે. “કાર્પણ” વણા એ. પુદગલના એક જાતના અનેક બારીક અંશેના-રજકણેનાપરમાણુઓના સમૂહરૂપ સ્કંધ છે. કાકાશના અસંખ્ય પ્રદેશ છે. કલ્પના ખાતર એને વિચારતે નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે. એ બધા એકમેકથી કદી જુદા નથી. પ્રત્યેક પ્રદેશ અવિભાજ્ય છે. આ દરેક પ્રદેશમાં રહેલા એકેક છટા છૂટા પરમાણુનો એટલે કે પુગલના તદ્દન બારીક–નાનામાં નાના. અંશેને સમુદાય તે “પરમાણુ-વર્ગણ” કહેવાય છે. બે કે એથી વધારે પરમાણુઓના બનેલા પદાર્થને “સ્કંધ' કહે છે. અંતિમ કંધ તે “અચિત્ત મહાકધ” છે. એ સૌથી મટે છે. બબ્બે પરમાણુના બનેલા સ્કંધને સમૂહ તે બીજી વર્ગણું છે. આમ પરમાણુઓની ઉત્તરોત્તર વધતી જતી સંખ્યાઓ-- Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy