SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ વચ્છ પાટણ માંહિ વસે, શેઠ કમળ સુવિભૂતિ સાધુજી; તાસ જશોદા ભારજા, તસ સુત આષાઢા ભૂતિ સાધુજી. માયા વરસ અગ્યારમે વ્રત રહ્યું, ઘમ રૂચી ગુરૂ પાસ સાધુજી; ચારિત્ર ચોખ્ખું પાળતો, કરતે જ્ઞાન અભ્યાસ સાધુજી. માયા મંત્ર તંત્રમણિ ઔષધિ, તેહમાં મુનિ થયા જાણ સાધુજી; વિહાર કરતાં આવિયાં, રાજગૃહી સુઠાણ રે. સાધુજી. માયા ગુરૂને પૂછી ગૌચરી, ગયા આષાઢા ભૂતિ તેહ સાધુજી; ભમ ભમતો આવીયો, નાટકીયા ને ગેહ સાધુજી. માયા, લાડુ વહોરી આવીયે, ઘર બાહિર સમક્ષ સાધુજી; લાડુ એ ગુરૂને હોશે, સાતમુ જશે શિષ્ય સાધુજી. માયા, રૂ૫ વિદ્યાએ ફેરવે, લાડુ વહોર્યા પંચ સાધુજી; ગોખે બેઠા નીરખીય, નાટકીએ એ સંચ સાધુજી. માયા પાય લાગીને વિનવે, અમ ઘેર આવજે નિત્ય સાધુજી; લાડું પાંચ વહોરી જજો, ન આણશો મનમાં ભીત સાધુજી. માયા, લાલચ લાગી લાડુએ, દિન પ્રત્યે વહોરી જાય સાધુજી; ભાવ રતન કહે સાંભળો, આગળ જેહવું થાય સાધુજી. માયા. ૯ ઢાલ રજી નિજ પુત્રીઓને કહે રે, નાટકીઓ નિરધાર રે, મોહનિયા; ચિંતામણી સમ છે પતિ રે, કર તુમે ભરથાર રે; મેહનિયા. ૧ મધ્યાહૂને મુનિ આવીયો રે, લાગે વહોરણ કાજ રે મોહનિયા; તાત આદેશે તેણે કર્યા રે, શણગારના સાજ રે મોહનિયા. ૨ ભુવનસુંદરી જયસુંદરી રે, રૂપ યૌવન વય રેહ રે મેહનિયા; મુનિવરને કહે મલપતી રે, આ તુમને સોંપી દેહ રે મેહનિયા. ૩ ઘર ઘર ભિક્ષા માંગવી રે, સહેવાં દુઃખ અસરાલ રે મેહનિયા; કૂણી કાયા તુમતણું રે, દેહિલી દિનકર ઝાળ રે મોહનિયા. ૪ મુખ મરકલડે બેલતી રે, નયણુ વયણ ચપલાસી રે મેહનિયા; ચારિત્રથી ચિત્ત ચૂકવ્યા રે, વ્યાપ્ય વિષય વિલાસ રે મેહનિયા. ૫ જળ સરિખ જગમાં જુઓ રે, પાડે પાષણમાં વાટ રે મેહનિયા; તિમ અબળા લગાડતી રે, ધીરાને પણ વાઢ રે મોહનિયા. ૬ મુનિ કહે મુજ ગુરૂને કહી રે, આવીશ વહેલો અહિ રે મોહનિયા; ભાવરતન કહે સાંભળો રે, વાટ જુએ ગુરૂ ત્યાંહિ રે મોહનિયા. ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy