________________
૪૦૦ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
દેહડી રે લોલ, એથે મન ગમતે ભરથાર રે. શ્રી. ૨૦ મયણું કહે નિજતાને રે લોલ, સહુ પામીએ પુન્ય પસાયરે. શ્રી. ૨૧ શિયળ વ્રતે શોભે દેહડી રે લોલ, બીજી બુદ્ધિ ન્યાયે કરી હોય છે. શ્રી. ૨૨ ગુણવંત ગુણની સંગતિ રે લોલ, મળે વસ્તુ પુન્યને જેગ રે. શ્રી. ૨૩ બોલે રાજા અભિમાને કરી રે લોલ, કરૂં નિર્ધનને ધનવંત ૨. શ્રી. ૨૪ સર્વ લોકો સુખ ભોગવે રે લોલ, એ સઘળો છે મારો પસાય રે. શ્રી ૨૫ સુરસુંદરી કહે તાતને રે લોલ, એ સાચામાં શેનો સંદેહ રે શ્રી. ૨૬ રાય તો સુરસુંદરી રે લોલ, પરણાવી પહેરામણું દીધ રે. શ્રી૨૭ શંખપુરીને રાજીયો રે લોલ, અરિદમન છે જેનું નામ રે. શ્રી. ૨૮ રાય સેવાર્થે આવીયો રે લોલ, સુરસુંદરી આપી સોય રે. શ્રી. ૨૯ રાયે મયણને પૂછીયું રે લોલ, મારી વાતમાં તને સંદેહ રે. શ્રી ૩૦ મયણા કહે નિજતાતને રે લોલ, તમે શાને કરો અભિમાન રે. શ્રી. ૩૧ સંસારમાં સુખ દુઃખ ભોગવે રે લોલ, એ કર્મ તણે છે પસાય રે. શ્રી. ૩૨ રાજા ક્રોધે બહુ કળકળે રે લોલ, મયણું શું ભાંખે વયણ રે. શ્રી. ૩૩ રત્ન હિંડળે હિંચતી રે લોલ, પહેરી રેશમી ઉંચા પટકુળ રે. શ્રી. ૩૪ જગત સૌ જીજી કરે રે લોલ, તારી ચાકરી કરે પગ સેવ રે. શ્રી. ૩૫ તે મારા પસાયથી જાણજો રે લોલ, રૂઠે રોળી નાંખુ પલમાંય ૨. શ્રી. ૩૬ મયણું કહે તુમ કુળમાં રે લોલ, ઉપજવાને કયાં જોયા તે જેશ રે. શ્રી. ૩૭ કર્મ સંગે ઉપની રે લોલ, મળ્યા ખાન પાન આરામ રે. શ્રી. ૩૮ તમે મેટા મને મહાવતા રે લોલ, તે મુજ કર્મ તણે પસાય છે. શ્રી. ૩૯ રાજા કહે કમ ઉપરે રે લોલ, દિસે તને હઠવાદ રે. શ્રી. ૪૦ કર્ભે આણેલા ભરથારને રે લોલ, પરણાવી ઉતારૂં ગુમાન રે. શ્રી૪૧ રાજાના કેઘને સમાવવા રે લોલ, લઈ ચાલ્યા રયવાડી પ્રધાન રે. શ્રી ૪૨ નવપદ ધ્યાન પસાયથી રે લોલ, સવી સંકટ દૂરે પલાય ૨. શ્રી. ૪૩ કહે ન્યાય સાગર પહેલી ઢાળમાં રે લોલ, નવપદથી નવનિધિ થાય રે. શ્રી ૪૪
૧૯
ઢાલ-ર-જી. - રાજા ચાલ્યા રવાડીએ, સાથે લીધે રિન્યને પરિવાર રે. સાહેલી મારી
ધ્યાન ઘરો રે અરિહંતનું. ઢાલ નિશાન તિહાં ઘુરકે, બરછીઓ ને ભાલાને ઝલકાર રે. સા ધૂળ ઉડે ને લોકે આવતા, રાજા પૂછે પ્રધાનને એ કોણ રે. સા પ્રધાન કહે સુણે ભૂપતિ, એ છે સાતસે કઢીયાનું સૈન્ય રે. સા રાજાની પાસે આવે ચાચવા, ઢીયા સ્થાપિ રાજા એક રે. સાવ કે ગળી છે જેની આંગળી, યાચવા આવ્યો કોઢીયા કેરો દૂત છે. સારા રાણી નહી રે અમ રાયને, ઊંચા કુળની કન્યા મળે કોય ૨. સા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org