________________
KARAKARAFFANAKARABARRAFAFAFARRARA
====================== ============
xxx
KARARBEARER
KARARARRR
દ્વારિકાના દાહની સજઝાય
FEો
KACARRARK KARAKRAFAFARRARA
RA
દોહા દનું બાંધવ આરડે, દુઃખ ધરતાં મનમાંહિ, બળતી દેખી દ્વારીકા, કીજે કવણ ઉપાય. રત્ન ભીતં સેવન તણી. તેહ બળે તત્કાળ; સેવન થંભા કાંગરા, જાણે બળે પરાળ.
હાલ : બળતી દેખી દ્વારિકા રે બાઈ, ઘણાં થયા દિલગીર; હૈડું તે લાગ્યું ફાટવા રે ભાઈ નયણે વછૂટયા નીર રે,
માધવ ઈમ બોલે. બે બંધવ મળીને તિહાં રે ભાઈ, વાત કરે કરૂણય, દુઃખ સાલે દ્વારિકા તાણું રે ભાઈ, અબ કીજે કવણ ઉપાય રે. કિહાં રે દ્વારિકાની સાહિબી રે ભાઈ, કિહાં ગજદલને ઠાઠ, સજજનને મેળે કિહાં રે ભાઈ ક્ષણમાં હુઆ ઘણું ઘાટ છે. હાથી ઘોડા રથ બળે રે ભાઈ, બેંતાલી બેંતાલી લાખ; અડતાલીસ ક્રોડ પાળા હુંતા રે ભાઈ, ક્ષણમાં હુઈ ગયા રાખ રે. હળધરને હરિજી કહે રે ભાઈ, ધિક્ કાયર પણું માંય; નગરી બળે મુજ દેખતાં રે ભાઈ, મુજ જેર ન ચાલે કેય રે. નગરી બળે મુજ દેખતાં રે ભાઈ, રાખી ન શકું ? જેમ; ઈદ્ર ધનુષ મેં ચઢાવીયું રે ભાઈ, એ બળ ભાગ્યું કેમ રે. જીણે દિશે જોતા તેણી દિશે રે ભાઈ, સેવક સહસ્ત્ર અનેક; હાથ જોડી ઉભા ખડા રે ભાઈ, આજ ન દીસે એક રે. મોટા મોટા રાજવી રે ભાઈ, શરણે રહેતાં અહિ; ઉલ્ટે શરણે તાકીય રે ભાઈ, વેરણ વેળા અહિ રે. વાદળ વીજ તણી પરે રે ભાઈ, ઋદ્ધિ બદલાયે સોય; ઈણ દુનિયામાં આપણે રે ભાઈ, સગો ન દીસે કેય રે. મહેલ ઉપગરણ આયુધ બળે રે ભાઈ, બળે સહુ પરિવાર; આ આપદા પૂરી પડી રે ભાઈ કીજે કવણ ઉપાય રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org