________________
ઢાવી
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ ઉથલે અંગડું વાળી મુખ નિહાળી, કરે પંચાંગ પ્રણામ,
લહી આદેશ સુભદ્રા કેરો, સદ્દગુરૂ કરે વિશ્રામ; શિષ્ય પ્રત્યે દીયે રચણી અંતર, સૂત્ર વાંચના સાર, જણે અધ્યયને કહ્યો છે. નિર્મલ, નલિની ગુલ્મ વિચાર. ઇણ સમય વલી સૂતે, શ્રી અવંતી સુકુમાલ, તસ એવા કરતી સુંદર બત્રીશ બાળ; એક બીડું આપે પહેરી સયલ શણગાર,
એક ચામર ઢાળે, કરતી રમઝમ કાર. ઉથલા
રમઝમ કરતી પિયુને આગે, મૂકે મેવા થાળ, કત તણે કંઠે ઠવતી, કરી કુસુમની માળ; એક અબળા અલવે શું આવી દેખાડે આરિસો, એક ભંગાર ભરીને પૂછે, સ્વામી અમૃત પશે. એક ચંદન શું વળી ચચે સ્વામીની દેહ, એક ગજગઈ ગામીની, દેખાડે બહુ નેહ; ઈમ ઇદ્ર તણું પરે સુખભગવે નિશ દિશ, જાણે પૂરવભવે પૂજ્ય શ્રી જગદીશ. પૂજા શ્રી જગદીશ કેરી કીધી ભાવ વિશાળ, શાલિભદ્ર સમોવડી અવતરીઓ, શ્રી અવંતી સુકુમાળ; ગુરૂ ગણતાં દેખી નયણે પેખી નલિની ગુમ વિચાર, તવકુંવર મનમાંહિ ચિંતવને સમરી પૂર્વ અવતાર. પૂરવભવ દેખી, ચિતે ચિત્ત મઝાર, તવ નિશ્ચય જાણે માનવ સુખ અસાર; કિમ પામીશ હું વલી નલિની ગુમ વિમાન,
મનમાંહિ ચિંતવતો ઉઠો બુદ્ધિ નિધાન. ઉથલે ઉઠ બુદ્ધિ નિધાન તતક્ષીણ, આ ગુરૂની પાસે,
વિનય કરીને પાયે લાગે, ગુરૂ કર મૂક્યો વાંસે; સૂરી પ્રત્યે કહો કુણ આવ્યા, જાણે તેહની વાત
સુગુરૂ ભણે તું તિહાંથી આવ્યો, ઈમ ભણે અવરાત. કાળ તવ કુંઅર જપે કહો મુનીસર આજ,
કિમ પામીશ હું વળી નલિની ગુલ્મનું રાજ, તવ સૂરી પભણે ચારિત્રથી વચ્છ એહ, સુણી કુંવર સુકમળ લીધું ત્રત સનેહ.
ચલા
હાજી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org