________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
[ ૪૧
બાળકને તવ લેઈ ચાલ્યા, આવ્યા ભર બજાર રે; લોક સહુ હા હા કરે, વેચ્યો બાલ ચંડાલ રે. કર્મ, લેક તિહાં બહુલા મલ્યાં, જુઓ બાલ કુમારો રે, બાળક કહે મુજ રાખી , થાસું દાસ તુમારો રે. કર્મ શેઠ કહે રાખું સહી, ધન આપી મુખ મા રે; રાએ મંગાવ્યો હેમવા, તે તે નહી રખાયે રે. કર્મ, બાળકને તે લઈ ગયા, રાજાજીની પાસ રે; ભટ્ટજી પણ બેઠા હતા, વેદ શાસ્ત્રના જાણ રે. કર્મ ભટ્ટજી ને રાજા કહે, દે બાલ કુમારો રે; બાળકને શું દેખવો, કામ કરો મહારાજ રે. કર્મ બાળક કહે કરજેડીને, સાંભળે શ્રી મહારાજ રે; પ્રજાના પ્રિય છો તમે, મુજને કિમ હોમી જે રે. કર્મ રાજા કહે મેં મૂલ દીયે, મહારો નહીં અન્યાય રે; માતા પિતાએ તેને વેચી, મેં હોમવા કાજ આરે. કર્મ, ગંદકે નવરાવીને, ગળે ઘાલી કુલની માળા રે; કેશર ચંદન ચરચીને, બ્રાહ્મણ ભણતાં તવ વેદો રે. કર્મ અમરકુમાર મન ચિંતવે, મુજને શીખાવીઓ સાધુ રે; નવકાર મંત્ર છે મોટક, સંકટ સહુ ટળી જાશે રે, કર્મ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિંહાસન કં રે; ચાલી આવ્યા ઉતાવળો, જહાં છે બાલ કુમારે રે. કર્મ, અગ્નિ જવાળા ઠંડી કરી, દીધો સિંહાસન ચંગે રે; અમર કુમારને બેસારીને, દેવ કરે ગુણ ગ્રામે રે. કર્મ, રાજાને ઉંધો નાંખી, મુખે છુટયાં લોહી રે; બ્રાહ્મણ સહુ લાંબા પડયા, જાણે સુકાં કાષ્ટ રે. કર્મ રાજસભા અચરિજ થઈ, એ બાળક કેઈ હાટે રે; પગ પૂજીને એહના, તે એ ભૂવા ઉઠે છે. કર્મ, બાળકે છાંટે નાંખી, ઉઠયા શ્રેણક રાજા રે; અચરિજ દીઠ મેટ કે, એ શું હવો કાજે રે. કર્મ બ્રાહ્મણ પડિયા દેખીને, લેક કહે પાપ જુઓ રે; બાળ હત્યા કરતા હતા, તેહના ફળ છે એહો રે. કર્મ બ્રાહ્મણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસે રે; કનક સિંહાસન ઉપરે, બેઠો અમર કુમારે રે. કમ
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org