________________
૧૪]
૧૪
પ્રાચીન સાય મહેદધિ ભાગ-૧ વાકમાડ પોળે જડયાં, મથી મથી રે જોર કરીને જાય; હાલ કલોલ લોક અકુલાં, પશુ માનવી રે દુઃખડાં ન ખમાય. સત્ર રાજા પ્રજા સહુ દુઃખ ધરે, કહો કરવો રે હવે કિ ઉપાય; દેવવાણી તક્ષણ થઈ, કહ્યું કરજે રે જેમ તુમ સુખ થાય. ' સત્ર મન વચન કાયાએ કરી, શીલે સાચી રે વળી જે હોશે નાર, કૃપ કાંઠે ભરી ચાલણી, છાંટી ઉઘાડે રે ચંપાન. બાર. સ૮ વડા વડા રાયની કુંવરી, સતી શિરોમણી રે મારે ઘેર છે નાર; કૂપ કાંઠે ભરી ચાલણી, સૂત્ર તાંતણે રે ચાલણ ન ખમે ભાર. સ સાત વાર ત્રુટી પડી, નવ ચાલી રે પડી કૂપ મઝાર; રાજાનું મન ઝાંખુ થયું, સતી કઈ નહિ મારે ઘેર નાર. સ. રાજાએ પડતું વજડાવીએ, કઈ ઉઘાડે રે ચંપાના બાર; રાજ ભાગ વેંચી દઉં વલી આપું રે, અર્થ ગરથ ભંડાર. સ. પડતો વાજંતે આવી, આંગણે ઉભી રે સુભદ્રા નાર, સાસુજી દઓ મુજ શીખડી, જઈ ઉઘાડું રે ચંપાનાં બાર. સ. વારી વારી વહુઅર શું કહું, તું નિર્લજજ ને કાંઈ નથી લાજ રાજા રાણી વિલખાં થયાં, તું સતી ખરી રે પાળ ઉઘાડીશ આજ. સ. પડહ છબી રે ઊભાં રહ્યાં, સંભળાવે રે કરે રાજાને જાણ; રાજા આવી પાયે નમ્યાં, માતા રાખો રે પ્રભુ પ્રજાના પ્રાણ. સ. માત-પિતા સહુ દેખતાં, દેખતાં રે સાસુ સસરો જેઠ; રાજા પ્રજા સહુ દેખતાં, તવ તે ચાલણી મેલી કુવાજલ હેલ. સ. પરણ્યા વિના પુરૂષ આભડા, આણે ભવે રે વળી મુજને કોય; કલંક લીધું તેને શું કરું, પરમેશ્વર રે પ્રીતે કરી જોય. સ. કાચા સુતરને તાંતણે, ચાલણી બાંધે છે સીંચી કુવાજલ ઠામ; ભરી ચાલણી તાણી લઈ, સૌ પ્રશંસે રે શીલ ઠામે ઠામ. સત્ર કુલ વૃષ્ટિ કરે દેવતા, સેવતાં રે લોક રાણું ને રાણ મતી થાળે વધાવતાં, છાંટી ઉઘાડે રે ત્રણ પળ સુજાણ. કોઈ પીયર કોઈ સાસરે, કોઈ સતી વળી માને મોસાળ; ચેથી પોળ ઉઘાડશે રે, શીલે સાચી રે, વલી જે હોશે નાર. સ. શીલ વ્રત જગમાં વડું, સહુ સાંભળી રે પાળો નરનાર; રાજા મન રાજી થયે, સુભદ્રા સતીરે થઈ તત્કાળ. સાસરે પીયર નિર્મલી થઈ, નિર્મલ રે રાખ્યું જગમાં નામ; નાક રાખ્યું સાસરા શહેરનું, ગાળ ઉતારી ગામેગામ.
સ..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org