________________
=
RA
RR
RA 지지
RA
거나 지지지지지지지 ATARA ARAKAR REJEEHE班班比比就
RA
૫૧૩ અનાથીમુનિની સજઝાય
=====
Faxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ======EX XIXIMEXE=Hકનકકી કમ========
=
મગધદેય રાજગૃહ નયરી, રાજ શ્રેણક દીપે રે, ચતુરંગ સેનાયે પરવરી, તેજે દિણયર ઝીપે રે; ધન ધન શ્રી રૂષિરાજ અનાથી, રૂપે દેવકુમાર રે, સંવેગ રંગ તરંગે ઝીલે, યૌવન વચ અણગાર રે. ધન એક દિન કાનન પતે શ્રેણુક, વંદ્યા શ્રી ઋષિરાય રે; લઘુવય દેખી હરખે પૂછે, પ્રભુ તુમ કમલ કાય રે. ધનઆ તુહ રૂપ અને પમ યૌવન, તરૂણી જન આધાર રે; ઈણ અવસર નારી રસ લીજે, વડપણે સંયમભાર રે. ધન,
ધ્યાનપુરી તવ મુનિવર બોલે, રાજન હું છું અનાથ રે; નાથ વિના મેં સંયમ લીધું, નૃપ કહે હું તુહનાથ રે. ધન જે જોઈએ તે તમને હું પુરૂં, જે તમે એ બહુ આથ રે; મુનિ કહે રાજનનાથન તાહરે, કિમ થાઈશ મુજનાથ રે. ધન, રાય કહે હય ગય રથ પાયક, મણ માણેક ભંડાર રે; માહરે છે હું નાથ સહુને. તવ બેલે અણગાર રે. ધન કસુંબી નયરીને રાજા, મુજ પિતા ગુણવંત રે; તસ કુંવર હું અતિ ઘણે વલ્લભ, લહુ વય લિલાવંત રે. ધન, એક દિન થઈ મુજ વેદના અંગે, ન ટળે કેઈ ઉપાય રે; માતપિતા મુજ દુઃખે દુઃખીયાં, નારી હૈયું ભરાય રે. ઘન બહુલ વિલાપ કર્યા તેણીયે, મુજ દુઃખ નવિ લેવાય રે; તવ મેં નિર્ણય એહ કીધે, ધર્મ જ એક જ સહાય રે. ધન, ઈમ ચિંતવતા વેદના નાઠી, પ્રાતઃ સંયમ મેં લીધે રે; નાથ અનાથ તણે એ, વિવરે, સુણ નરનાથ પ્રસિદ્ધ છે. ઘન, તે સુણી રાજા સમકિત પામ્ય, મુકતે ગયા અણગાર રે; વીશમે અધ્યયને જીનવીરે, ભાંખ્યો એ અધિકાર રે. ધન, શ્રી વિજય દેવસૂરીશ્વર પાટે, વિજય સિંહમુનિરાય રે; ઉદય વિજય વાચક તસ બાલક, સાધુ તણું ગુણ ગાય રે. ધન,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org