________________
[ પ૧૩
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
નાઠી સા ન વાસીયો કરે, સામાયિક પોસહ પરિહરે; પાનફલ સાડી શણગાર, અધિકેરા તે કરે ગમાર. ધન તેરસના ભણું ઉલ્લાસ, જીવહણીને બાંધે પાસ; સેવ લાડુવા હરખે જમે, શીલ ન પાલે જુવટે રમે. ઘર લીધે કાઢે સાથીયા, તાવીતળે કે આથીયા; પર્વ તણી નવિ લાભે સાર,
ચઉદસ અમાવાસે ધર્મ સંભાર. વલી જુવો અધિકે પાપ, ફલકુલને કરે સંતાપ; ભાછ દાલ કરે તે ગેલ, અગ્નિ પ્રજાલી માગે તેલ. ઘરઘર દવા લીધે ફરે, બહુલા જીવ તેહ માંહી રે; મેરાઇયાનું મોટું નામ, ઘર ઘર ફરતે કરે પ્રણામ. પાખી પડિકામણને કાલ, તે વિસારે મૃખને બાલ; મુખે કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠામ. જલઝલ દીવા પછિમ રાતી, કાઢે અલછી જીમે પ્રભાત ચઉલા કુર વિના નવી જમે, દેખે લોક અસાને ભમે. ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન, નેણ તણે તજીને નામ; જુહાર ભટારાં કરતે ફરે, સાંઝે સજ્જન ભણી સંચરે. પહેરે એ બહુ શણગાર, કામગ પૂર્યો પરિવાર; હાંસી બાજી કરે કેલ, બાંધે કર્મ જાઈદ્રહ બેલ. પછી વલી કરે ભાઈબીજ, ખાતાં પીતા આવે રીજ; મૂલ મંત્ર ઘણાં સાધે જેહ, ધર્મના આરાધે પ્રાણી તેહ. દિવાળીનું કલ્પી નામ, સગાં શણિજો જમાડે તામ; અન્નકેવલી કરે આહાર, જે લોકતણે વ્યવહાર. આ ધર્મદિન એહ, પાપે કરી વિરોધે તેહ; કર્મનિકા ચિત્ત બાંધે બાલ, એણી પરે રૂલે અને તે કાલ. જેહને મુક્તિ આ છે ટુકડી, તેહની મતિ સંવરમાં ચડી; સંસારી સુખદુઃખ સ્વરૂપ, અહનિશ ભાવે આતમ ભૂપ. દેહિલો દીસે નરભવ જેહ, તેહ માંહી દુર્લભ જિન ધર્મ તેહ, જિનવાણી દુર્લભ તે સુણે, મિથ્યા મતિને દુર્લભ હશે. તપગચ્છ ગયણ વિભાસણ ભાણ, શ્રી હરવિજય સૂરિ જાણ, વાચક ભાનચંદને શીશ, દેવચંદ્ર પ્રણમે નિશદીશ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org