________________
પ૦૬
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ રાજુલ કહે ન સિદ્ધાં કાજ, દુશમન થયાં પશુડા આજ સાંભળે સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં ઓલભ દે છે. ૬૫ ચંદ્રમાને તે લંછન લગાડયું, સીતાનું હરણ તે તે કરાવ્યું મહારી વેળા તે ક્યાં થકી જાગી, નજર આગળથી જાને તું ભાગી. કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તે ન જાણી; આઠ ભવની પ્રીતને ઠેલી, નવમું ભવ કુંવારી મેલી. એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના; તમારા ભાઈએ રણમાં રઝળાવી, તે તે નારી ઠેકાણે નાવી. તમે કુલતણે રાખો છો ધારો, આ ફેરે આવ્યા તમારો વારે; વરઘોડે ચડી મટે જશ લીધો, પાછા વળીને ફજેતો કીધે. આંખો અંજાવી પીઠી ચોળાવી, વરઘેડે ચડતાં શરમ ન આવી. હોટે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણ ગવરાવી; એવા ઠાઠથી સર્વને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા. ચાનક લાગે તે પાછેરા ફરજો, શુભ કારજ હારૂં એ કરે; પાછા ન વળીઆ એક જ ધ્યાન, દેવા માંડયું તિહાં વરસી જ દાન. દાન દઈને વિચાર જ કીધ, શ્રાવણ સુદી છઠનું મુહુરત લીધ; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર. ગિરનારે જઈને કારજ કીધું, પંચાવન દિન કેવલ લીધું; પામ્યા વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યા ચાંગળું પાણી. તેમને જઈ ચરણે લાગી, પીઉજી પાસે જ ત્યાં માંગી; આપો કેવલ તમારી કહાવું, હું તે શેકને જેવાને જાવું. દિક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પોતે કેવલ લીધું; મળ્યું અખંડ એ આતમરાજ, ગયા શિવ સુંદરી જેવાને કાજ. સુદીની આઠમ અષાઢ ઘારી, નેમજી વરીયા શિવ વધુ નારી; નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ. યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે ગાશે ભણશે ને જે કંઈ સાંભળશે, તેના મનોરથ પુરા એ કરશે. સિદ્ધનું ધ્યાન રદયે જે ઘરશે, તે તે શિવવધુ નિશ્ચય વરશે; સંવત ગણીશ શ્રાવણ માસ, વદી પાંચમનો દિવસ ખાસ. વાર શુક્ર ને ચેવડીયું સારૂં, પ્રસન્ન થયું એ મનડું મારું; ગામ ગાંગડાના રાજા રામસિંધ, કીધે શલોકે મનને ઉછરંગ. મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શકે સારે જસ લીધે; દેશ ગુજરાત રેવાશી જાણે, વિશા શ્રીમાલી નાત પ્રમાણે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org