________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧
જાનડીઓ શોભે બાલુડે વેષે, વિવેકે મોતી પરોવે કેશે; સોળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલે ઉમંગે. લીલીવટ ટીલી દામણ ચળકે, જેમ વિજળી વાદળે ઝળકે; ચંદ્રવદની મૃગ જે નેણ, સિંહલકી જેહની નાગશી વેણી. રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પોતાનું ચીર સમરાવે; એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય જે રાજી. કોઈ કહે ધન્ય રાજુલ અવતાર નેમ સરીખો પામી ભરથાર કઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે. રાજુલ નારી. એમ અન્ય વાદ વદે છે, મહોઢાં મલકાવી વાતો કરે છે કેઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી. કોઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મેરારી; એવી વાતોના ગપોડા ચાલે, પોત પોતાના મગનમાં મહાલે. બહોંતરે કળા ને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેર્યા પીતાંબર જરકસી જામા, પાસે ઉભા છે તેમના મામા. માથે મુગટ તે હીરલે જડીયો, બહુમૂલે એ કસબીને ઘડી ભારે કુંડલ બહુમૂલા મેતિ, શહેરની નારી નેમને જેતી.. કંઠે નવસેર મેતિને હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીટી, ઝીણી દિસે છે સોનેરી લીટી. હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળા પહેરે વરરાજા; મેતીને તારો મુગટમાં ઝભ કે, બહુ મજેથી કલગી ચળકે. રાધાએ આવી આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી; કુમ કુમનું ટીલું કીધું છે ભાલે, ટપકુ કસ્તુરી કેરૂ છે ગાલે. પાન સોપરી શ્રીફળ જેડે, ભરી પસ ને ચડીઆ વરઘડે; ચડી વરઘોડે ચઉટામાં આવે, નગરની નારી મતીએ વધાવે. વાજાં વાગે ને નાટારંભ થાય, નેમવિવેકી તેરણ જાય; ધંસળી મુસળ ને રવઈએ લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યા. દેવ વિમાને જુએ છે ચડી, નેમ નહિ પારણે જાશે આ ઘડી; એવામાં કીધે પશુએ પોકાર, સાંભળે અરજી નેમ દયાળ. તમે પરણશે ચતુર સુજાણ, પરભાતે જાશે પશુઓના પ્રાણ; માટે દયાલ દયા મનમાં દાખે, આજ અમેને જીવતા રાખે. એવા પશુઓને સુણ પોકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાલ; પાછા તે ફરીયા પરણ્યા જ નહીં, કુંવારી કન્યા રાજુલ રહી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org